
કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથ સંચાલિત ૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓ માટે જિલ્લાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ૨૦૨૨-૨૩નું આગામી સમયમાં આયોજન થનાર છે તેમા ભાગ લેવા ઈચ્છુક યુવાઓ પાસેથી અરજીઓ મંગાવાઇ છે.
આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક અને યુવતીઓમા વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, તેમજ યુવક યુવતીઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.
જેમાં ભાગ લેવા માટે ગીર સોમનાથ જીલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી (જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં- ૩૧૩/૩૧૪ બીજો માળ, ઇણાજ,તા.વેરાવળ) ખાતેથી અરજી ફોર્મ મેળવી નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, આધારકાર્ડ, અગાઉ કોઈ શિબિરમાં ભાગ લીધેલ હોય તો તેના પ્રમાણપત્ર તેમજ અન્ય જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથેની અરજી તા:૦૫/૧૧/૨૦૨૨ સુધીમાં પરત કચેરી ખાતે જમા કરવાની રહેશે.
શિબિરની તારીખ, સ્થળ અને સમય ટેલીફોન દ્વારા જાણ અરજી મોકલનારને જ કરવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમા જણાવવામાં આવ્યુ છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી