ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ફરજ પર હાજર થઈ, જિલ્લા માહિતી કચેરીનો કાર્યભાર સંભાળ્યો

ગીર સોમનાથ તા.૧૬ જિલ્લા માહિતી કચેરી, ગીર સોમનાથના વડા-સહાયક માહિતી નિયામક તરીકે શ્રી રવિ જીતેન્દ્રભાઈ ત્રિવેદીએ ફરજ પર હાજર થઈ, વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. આ તકે જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.
યુવાન, તરવરિયા, તેજસ્વી અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા શ્રી રવિ જીતેન્દ્રભાઈ ત્રિવેદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રો.ડો. નીતાબેન ઉદાણીના વડપણ હેઠળ ચાલી રહેલા એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનમાં ’’સૌરાષ્ટ્રની યુવા પેઢિ પર ડિઝીટલ મીડિયાનો પ્રભાવ’’ વિષય પર પ્રો. ડો. કાન્તિ ઠેસિયાના માર્ગદર્શન હેઠળ પી.એચડી કરી રહ્યા છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ કોમ્યુકનિકેશનમાં એમ.ફીલના અભ્યાસમાં પ્રથમ ક્રમ મેળવી સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. આમ, માસ કોમ્યુનિકેશનમાં પ્રભુત્વ ધરાવતા ગીર સોમનાથ જિલ્લાને એક નવા અધિકારી પ્રાપ્ત થતા રાજ્ય સરકારની યોજનાઓની પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ વેગ મળશે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં સીનીયર સિટિઝન બહેનો માટે યોજાઈ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધા
ધોરણ ૬થી ૧૨ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટે યોજાશે રાજ્યસ્તરની કોમન પ્રવેશ પરીક્ષા
વેરાવળના ભીડીયામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે સેમીનાર યોજાયો