September 30, 2022

ગીર-સોમનાથ જિલ્લામાં સરકારના પાંચ વર્ષ પુર્ણ થવાના અવસરે જન સુખાકારી દિન કાર્યક્રમ યોજાયો

ગીર-સોમનાથ જિલ્લામાં સરકારના પાંચ વર્ષ પુર્ણ થવાના અવસરે જન સુખાકારી દિન કાર્યક્રમ યોજાયો
Views: 172
0 0

Share with:


Read Time:3 Minute, 51 Second
ગીર-સોમનાથ જિલ્લામાં સરકારના પાંચ વર્ષ પુર્ણ થવાના અવસરે જન સુખાકારી દિન કાર્યક્રમ યોજાયો
રૂા. ૬.૭૫૦૦ કરોડના ચેકનું નગરપાલિકાઓને વિતરણ
રૂા. ૫૮૨ લાખના ખર્ચે લોકાર્પણ/ખાતમુહૂર્ત થયા

 ગીર-સોમનાથ જિલ્લામાં આજે રાજ્ય સરકારના પાંચ વર્ષ પુર્ણ થવાના અવસરે સોમનાથ રામમંદીર ઓડીટોરીયમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાની ઉપસ્થિતિમાં જન સુખાકારી દિન કાર્યક્રમ યોજાયો હતો.

        આ પ્રસંગે જિલ્લામાં ૩૦૯ લાખના ખર્ચે વેરાવળ, સુત્રાપાડા, તાલાળા નગરપાલિકાના ઇ-ખાતમુહૂત અને વેરાવળ, ઉના, સુત્રાપાડા અને તાલાળા નગરપાલિકાના રૂા. ૨૭૩ લાખના ખર્ચે થયેલ કામોનું ઇ-લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વિકાસના કામો કરવા વેરાવળ-પાટણ નગરપાલિકાને રૂા. ૨.૫૦.૦૦ કરોડ ઉના નગરપાલિકાને ૧.૫૦૦૦ કરોડ, કોડીનાર નગરપાલિકાને રૂા. ૧.૧૨૫૦ કરોડ, સુત્રાપાડા નગરપાલિકાને રૂા. ૧.૧૨૫૦ કરોડ અને તાલાળા નગરપાલિકાને ૦.૫૦૦૦ કરોડના ચેક આપવામાં આવ્યા હતા. ઉપરાંત મહાનુભાવોએ માન.મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો.

        આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સબળ નેતૃત્વમાં લોકપ્રશ્નોનું નિરાકરણ થયું છે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણમા ઝડપ આવી છે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઇ ફોફંડીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રાજ્યના વિકાસ અને જનહિત માટે પ્રશાંસકીય વ્યવસ્થાને અને સમગ્ર તંત્રને રાજકીય ઇચ્છાશક્તિથી જનહિતના કાર્યો માટે પ્રેરીત કરવા સંવેદનશીલત, પ્રગતિશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાના મુલ્યો આધારિત ચાર સ્તંભ ઉપર ગુજરાતની વિકાસયાત્રા વેગવાન બનાવી છે.

        કાર્યક્રમના પ્રારંભે શાબ્દીક સ્વાગત વેરાવળ-પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી જતીન મહેતાએ કરી હતી. કાર્યક્રમના અંતમાં આભારવિધિ ઉના નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી જયદેવ ચૈાહાણે અને કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી દીપકભાઇ નિમાવતે કર્યું હતું.

        આ તકે પુર્વ બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઇ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હરદાસભાઇ સોલંકી, શહેર તાલુકા પ્રમુખશ્રી દેવાભાઇ ધારેચા, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખશ્રી દીલીપભાઇ બારડ, જિલ્લા કલેકટરશ્રી રાજેદેવસિંહ ગોહીલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.જે.ખાચર સહિત ઉપસ્થિત રહ્યા હતા.                                     

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: