October 1, 2022

ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે સર્વે અને તંત્ર દ્વારા અપાતી સહાયની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારીમંત્રી જયેશભાઇ રાદડીયા

ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે સર્વે અને તંત્ર દ્વારા અપાતી સહાયની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારીમંત્રી જયેશભાઇ રાદડીયા
Views: 202
0 0

Share with:


Read Time:5 Minute, 6 Second
ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે સર્વે અને તંત્ર દ્વારા અપાતી સહાયની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારીમંત્રી જયેશભાઇ રાદડીયા

ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે સર્વે અને તંત્ર દ્વારા અપાતી સહાયની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા


વાવાઝોડામાં સર્વે થયેલા અને રાહતોની પાત્રતા ધરાવતા તમામ  પરિવારોને સહાય મળે તે  માટે તમામ કામગીરી પર દેખરેખ રાખવા મંત્રીશ્રીની સુચના

સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ રાહતો તાત્કાલીક પહોંચાડવા બદલ વહીવટી તંત્રની કામગીરીને આવકારતા જિલ્લાના પદાધિકારીઓ

        ગીર-સોમનાથ તા. -૩૧ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી થયેલી નુકસાની અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય જિલ્લા તંત્ર દ્વારા ચુકવાઇ રહી છે. તે અંગેની તમામ કામગીરીની સમીક્ષા આજે જિલ્લાના પ્રભારમંત્રીશ્રી અને અન્ન ,નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ કરી હતી. ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં કલેકટરશ્રી અજય પ્રકાશે તાઉતે વાવાઝોડાથી ખાસ કરીને વધારે અસરગ્રસ્ત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ  લાભાર્થીઓને ચુકવાઇ રહેલી વિવિધ સહાયની રકમ, પુર્ણ થયેલા સર્વે તેમજ વિજપુરવઠો પુર્વવત કરવા ચાલતી કામગીરી અને જ્યા વિજળી નથી ત્યા વૈકલ્પિક વ્યવસ્થાથી થતી પાણી વિતરણની કામગીરી સહિત વહીવટી તંત્રની તમામ કામગીરીનો તમામ ચીતાર પ્રેઝેન્ટેશનથી રજુ કર્યો હતો.

        આ તકે મંત્રીશ્રીએ બેઠકમાં ઉપ્સ્થિત સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા અને ગીર-સોમનાથ જિલ્લાના અન્ય આગેવાનોના પણ લોક ઉપયોગી અને હાલની તંત્રની રાહત બચાવની કામગીરીમાં ઝડપ આવે અને લોકોને લાભ મળે તે અંગેના કેટલાક અગત્યના સુચનો ધ્યાને લીધા હતા અને આ સુચનો બાબતે પણ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને માર્ગદર્શન આપ્યું હતું.

        મંત્રીશ્રીએ જ્યા સર્વે પુર્ણ થઇ ગયા છે ત્યા એકંદરે તાલુકાવાઇઝ કોઇ પરીવાર કે જે અસરગ્રસ્ત થયો હોય તેનો સર્વે બાકી રહી જાતો નથી તે અંગે ફરી સમિક્ષા,તપાસ કરી લેવા તેમજ સર્વેમાં બાકી રહી ગયેલાની જાણ થાય તો સર્વે કરીને નિયમોનુસાર લાભ આપવા સુચના આપી હતી. વાડીમાં રહેતા જે તે ગામના લોકોનો સર્વે પણ કરવા જણાવ્યું હતું. લાભાર્થી વ્યક્તિના રહેણાંકમાં અને વાડીમાં બંન્ને સ્થળે મકાન હોય તો કોઇપણ એક અસરગ્રસ્ત નુકશાન વાળા સ્થળે લાભ આપવા પાત્ર થાય છે. તે અંગે કોઇ પરીવાર બાકી હોય તો તેનો પણ સર્વે કરાવી લેવા અને સરકારશ્રીના સંવેદનશીલ અભિગમ અંતર્ગત જેને નુકસાન થયું છે અને સરકારના નિયમ મુજબ લાભ આપવા પાત્ર હોય તો પાત્રતા ધરાવતા દરેક વ્યકતિને લાભ મળે તે અંગે માર્ગદર્શન આપી જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થયેલી કામગીરી અંગે સમગ્ર વહીવટી તંત્રની કામગીરીને આવકારી હતી. જિલ્લાના પદાધિકારીઓએ પણ પીજીવીસીએલ, પાણી પુરવઠા અને રેવન્યુ વિભાગ સહિત ખેતીના સર્વે અંગે અને જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓની કામગીરીને આવકારી હતી.

        આ બેઠકમાં જિલ્લા અગ્રણીશ્રીઓ સર્વેશ્રી, રાજશીભાઇ જોટવા, માનસીંગભાઇ પરમાર, જેઠાભાઇ સોલંકી, ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવીન્દ્ર ખટાલે, અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર, પીજીવીસીએલ અધિકારીશ્રી જાડેજા, જેટકોના શ્રી સુરતી સહિત ,જિલ્લા ખેતી વાડી અધિકારી, તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: