ગીર-સોમનાથ તા. -૧૫, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ગીર-સોમનાથ જિલ્લાના કાનુની સેવા સત્તામંડળના ઉપક્રમે જિલ્લા અદાલત ગીર સોમનાથ તેમજ તાબા હેઠળની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૩૪૮૧ કેસો રૂા. ૩,૩૬,૮૫,૫૯૦.૬૪ સમાધાન વળતર રાહે નિકાલ કરવામાં આવ્યો હતો. તેમા ચેક રીર્ટન, બેન્ક લેણા, વાહન અકસ્માત, લેબર, વીજળી બીલને લગતા, પાણીબીલને લગતા સર્વીસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસબંધી, જમીન સંપાદનને લગતા કેસોનો નિકાલ કરાયો હતો. આ કેસોમાં પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થતા પ્રિલીટીગેશન કેસો-૧૭૬, પેન્ડીંગ કેસો-૧૨૦૭ અને સ્પેશીયલ સીંટીંગના કેસો-૨૦૯૮ મળી ૩૪૮૧ ફેસલ થયેલ છે. તેમ જિલ્લા કાનુની સત્તા મંડળ, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૩૪૮૧ કેસોનો નિકાલ કરાયો
Views: 38
Read Time:1 Minute, 21 Second
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ