ઉના અને ગીરગઢડામાં વીજપુરવઠો પુર્વવત કરવા યુધ્ધના ધોરણે ચાલતી કામગીરીમાં સમયબધ્ધ માલ-સામાન પહોચાડવામાં જુ.ઇજનેર એમ.એન.જાદવ અને તેમની ટીમની સફળ કામગીરી
ગીર-સોમનાથ તા. -૦૭, ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લીધે વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશયી-નુકસાનગ્રસ્ત થતા વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ થયેલી વીજળી ચાલુ કરવા રાત-દિન કામગીરી કરવામાં આવી હતી.
વાવાઝોડાને લીધે નુકસાન પામેલ વીજપોલ, વીજલાઇન, ટ્રાન્સફોર્મર અને સબ સ્ટેશનોને રીસ્ટોર કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા માટે સયમમર્યાદામાં માલ-સામાન પહોંચાડવો પણ ખુબ આવશ્યક હતો. જેને સફળ રીતે પાર પાડવા ઉના પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરશ્રી યશપાલ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનીયર ઇજનેરશ્રી એમ.એન.જાદવ અને તેમની ટીમ દ્વારા આગોતરા પ્લાનિંગ સાથે રાત-દિવસ જોયા વગર ઉના અને ગીરગઢડામાં વીજપુરવઠો પુર્વવત કરવા યુધ્ધના ધોરણે ચાલતી કામગીરીમાં સમયબધ્ધ માલ-સામાન પહોંચાડવામાં સફળ રીતે કામગીરી કરવામાં આવી હતી.
ઉના અને ગીરગઢડામાં વીજળી પુર્વવત કરવા રીસ્ટોરેશન માટે અમરેલી, ભુજ, પોરબંદર, જામનગર, રાજકોટ સહિત જિલ્લામાંથી માલ-સામાન મંગાવવામાં આવ્યો હતો. જેમાં ૧૧ કે.વી. થી લઇને એલ.ટી. લાઇનમાં જોઇતા તમામ સાધાન-સામગ્રીનો સમાવેશ થાય છે. જેને તાત્કાલીક સમયમર્યાદામાં પહોંચાડવાના કાર્યને પાર પાડવા ઉના પીજીવીસીએલ કચેરીના ૭ સ્ટાફ અને ૪૦ લેબર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડામાં પીજીવીસીએલને મોટું નુકશાન થયું હતું. ખોરવાયેલ વીજપુરવઠો ચાલુ કરતા મહિનાઓ લાગે તેવું કામ હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે બધી જ કામગીરીમાં બહારથી માણસો બોલાવીને યોગ્ય આયોજન કરીને થોડા જ દિવસોમાં વીજળી એક પછી એક ગામમાં પુન:ચાલુ થઇ ચુકી છે.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ગીર-સોમનાથ જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જુની સીરીઝ તથા ફોરવ્હીલ વાહનોની ચાલુ સીરીઝના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી
ગીર-સોમનાથ તા. -૦૭, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જીજે-૩૨-ક્યુ અને જુની સીરીઝ જીજે-૩૨-એન, જીજે-૩૨-એમ, જીજે૩૨-પી તથા ફોરવ્હીલ વાહનની ચાલુ સીરીઝ જીજે-૩૨-કે ના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી તા. ૨૧/૦૬/૨૦૨૧ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.
તા. ૧૫-૦૬-૨૦૨૧ થી ૧૭-૦૬-૨૦૨૧ સુધી ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૮-૦૬-૨૦૨૧ અને ૧૯-૦૬-૨૦૨૧ ના રોજ ઓક્સનનુ બિડિંગ ઓપન થશે અને તા. ૨૧/૦૬/૨૦૨૧ ના રોજ ખોલવામાં આવશે. તેમજ જે વાહન માલીક દ્વારા સીએનએ ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દીવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકેશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામોમાં વીજપુરવઠો પુર્વવત થયો
——————-
૧૧૦૦૦ પોલ, ૬૦૦ ટીસી રીસ્ટોર કરાયા : ૧૧૫ કોન્ટ્રાકટરોની ટીમ અને ૩૯ પીજીવીસીએલની ટીમના ૧૨૦૦ થી વધુ અધિકારી/કર્મચારીઓની યુધ્ધના ધોરણે કામગીરી
ગીર-સોમનાથ તા. -૦૭, ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી ઉના, ગીરગઢડા તાલકા વધુ અસરગ્રસ્ત થયા હતા. જે અંતર્ગત ઉર્જામંત્રીશ્રી સૈારભભાઇ પટેલે ઉના ૨૨૦ કે.વી.ની મુલાકાત લઇ જેટકો તેમજ પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્ત તાલુકામાં વિજળી પુર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજથી અસરગ્રસ્ત કોડીનાર, ગીરગઢડા, ઉના તાલુકાના ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડર ચાલુ કરી દરેક ગામડાઓને વીજળી પુર્વવત કરવામાં આવી છે. આ અસરગ્રસ્ત તાલુકામાં ૨૦ સબસ્ટેશનો દ્વારા વીજપુરવઠો પુર્વવત કરવામાં આવ્યો છે અને ૧૧૦૦૦ વીજળી પોલ, ૬૦૦ ટીસી રીસ્ટોર કરવામાં આવ્યા છે. ૧૧૫ કોન્ટ્રાકટરોની ટીમ અને ૩૯ પીજીવીસીએલ ટીમના ૧૨૦૦ થી વધુ અધિકારી/કર્મચારીઓએ યુધ્ધના ધોરણે રાત-દીવસ કામગીરી કરી વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ તમામ ગામોમાં આજથી વીજળી પુર્વવત કરવામાં આવી છે. તેમ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરશ્રી વાય.આર.જાડેજાની યાદીમાં જણાવાયું છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ