
વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી થઈ રહી છે ઉપરાંત વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વારંવાર વીજચોરી કરી આર્થિક નુકસાન કરાવતા વીજચોરો સામે તંત્રએ લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ કરી દંડ ફટકારવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળની વેરાવળ શહેર, સુત્રાપાડા તેમજ તાલાળા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૩૩ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૧૧૮૪ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં જે પૈકી ૨૫૧ વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૪૧.૪૪ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે ત્યારે પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નોંધનીય છે કે એપ્રિલ-૨૨ થી જાન્યુઆરી-૨૩ ના સમયગાળા દરમિયાન જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૬૬૨૯ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે. જેમાંથી કુલ ૨૮૯૯ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૭૫૧.૧૨ લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ ૫૬૯૧૬૮ વીજજોડાણો ચકાસીને કુલ ૬૭૫૮૪ વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂ. ૧૭૪.૮૮ કરોડના બિલ આપવામાં આવ્યાં છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી