
જી.એચ.સી.એલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુત્રાપાડા દ્વારા ખેતીવાડી અને પશુપાલન પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે પશુ આરોગ્ય અને નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રોજેક્ટ ઓફીસર લખમણભાઇ ડોડીયા, હરીભાઇ ચોચા, કનુભાઈ પંપાણીયા, ચેતનભાઈ ચાવડા, વિજયભાઈ ખુટડ સમગ્ર ટીમ દ્વારા આ વર્ષ માં પશુ આરોગ્ય અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પશુ આરોગ્ય કેમ્પમાં ૨૫ ગામડામાં પશુ કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં ગોરખમઢી, લાટી, સુત્રાપાડા, બીજ, વડોદરા ઝાલા, મેઘપુર, ખાંભા, ગાભા, બોળાસ વગેરે ગામડામાં ડો.દિપકભાઈ ચૌહાણ, ડો.રાજેશભાઈ કામળીયા, ડો.કશ્યપભાઈ બારડ, ડો.ગોવિદભાઈ રાઠવા ડો. હેમંતભાઈ બારડ વગેરે પશુ ચિકિત્સક નિષ્ણાતોને સાથે રાખી અંદાજીત ૧૮૬૭૦ જેટલા ગાય અને ભેંસ, ઘેટાં, બકરાંને સારવાર કરવામાં આવી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી