
છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (UIDAI), ભારત સરકારની તા. ૧૯/૦૯/૨૦૨૨ ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યુ હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઈ આધાર અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે આધારકાર્ડની વિગતો અપડેટ કરવા અંગે નિયત કરેલ દસ્તાવેજો (Documents) સાથે આધારકાર્ડ અપડેટ કરવા જણાવેલ છે. અને તે માટે સરકારશ્રી દ્વારા રૂ. ૫૦/- (અંકે રૂ. પચાસ પુરા) નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રોનો સંપર્ક કરવાનો રહેશે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન