
ગીર-સોમનાથ , તાઉતે વાવાઝોડાના લીધે ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રભાવિત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં ભારે તારાજી સર્જી છે. જેને પુર્વવત કરવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મોટાપાયે રાહત બચાવની કામગીરી સાથે શહેરમાં ઉડીને આવેલા કાટમાળ ઝાડની ડાળીઓ તેમજ કચરો સાફ કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાવાઝોડાથી બંધ થયેલ ૧૮૩ રસ્તાઓને એક જ દિવસમાં જ પુર્વવત કરાયા છે.
વાવાઝોડાના લીધે ગીર-સોમનાથ જિલ્લાનાં ૧૮૩ રસ્તાઓમાં ૧૧૨૪ ઝાડ અને ૨૦૩ લાઇટના પોલના કારણે રસ્તાઓ બંધ થઇ ગયા હતા. જેને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ ૧૮૩ રસ્તાઓને એક જ દીવસમાં પુર્વવત કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોને પુર્વવત કરવા માટે તંત્ર ઝુંબેશરૂપી કામગીરી કરી રહ્યું છે. તેમજ લોકોને ઓછામા ઓછી મુશ્કેલી વેઠવી પડે માટે સતત પ્રયત્નશીલ છે. તેમ કાર્યપાલક ઇજનેરશ્રી સુરેશ ચારીણીયાની યાદીમાં જણાવાયું છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ