October 1, 2022

ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી અસગ્રસ્ત થયેલ લોકોને રૂા. ૧૮૭ કરોડથી વધુ રકમની સહાય ચુકવાઇ

ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી અસગ્રસ્ત થયેલ લોકોને રૂા. ૧૮૭ કરોડથી વધુ રકમની સહાય ચુકવાઇ
Views: 206
0 0

Share with:


Read Time:2 Minute, 29 Second
ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી અસગ્રસ્ત થયેલ લોકોને રૂા. ૧૮૭ કરોડથી વધુ રકમની સહાય ચુકવાઇ

        ગીર-સોમનાથ તા. -૦૯ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ વ્યાપક નુકસાન કરેલ. જેમાં ઉના, ગીરગઢડા, કોડીનાર તાલુકા વધારે અસરગ્રસ્ત થયેલ અને ખેડૂતો, પશુપાલકો, મકાનો તેમજ લોકોને ખુબ જ નુકસાન થયેલ. જે સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉના તાલુકાના અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉના ખાતે જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ લોકોને તાત્કાલીક સહાય મળે તે અંગે ઝડપથી સર્વે કરી ચુકવણું કરવા તાકીદ કરી હતી.

        જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુદી-જુદી ટીમો બનાવી સર્વે કરી સહાયની ચુકવણી કરવામાં આવી રહી છે. જે પૈકી ઢોરના ૧૫૮૯ શેડની રૂા. ૮૫ લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે. ૧૦૧૨૮૪ લોકોને રૂા. ૬ કરોડથી વધુ કેશડોલ્સની સહાય ચુકવવામાં આવી છે. ઘરવખરીની સહાય ૩૨૧૩૮ કુટુંબોને રૂા. ૨૩ કરોડથી વધુ ચુકવવામાં આવી છે. ૯૦૬ કુટુંબોના ૫૬૦૧ પશુઓની રૂા. ૨.૭ કરોડથી વધુ સહાય ચુકવવામાં આવી છે. સંપૂર્ણ નુકસાન પામેલ ૭૩૮ મકાનને રૂા. ૬ કરોડથી વધુ સહાય ચુકવવામાં આવી છે. અશંત નુકસાન  પામેલ કાચાપાકા ૧૧૦૫ મકાન માલિકોને રૂા. ૧.૩૨ કરોડથી વધુ સહાય ચુકવવામાં આવી છે. ૧૪ મૃત્યુ થયેલ તેમના વારસદારોને રૂા. ૫૬ લાખની સહાય તેમજ ઇજાગ્રસ્ત થયેલ ૩૭ લોકોને રૂા. ૯ લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે. તેમજ ૩૨૦૦૦ ખેડૂતોને રૂા. ૧૧ કરોડથી વધુ રકમની સહાયનું ચુકવણું કરવામાં આવેલ છે. માચ્છીમાર લોકોની બોટ/હોડીને નુકસાન થયેલ છે. તેમની સહાય ચુકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના તમામ ગામોમાં વિજળી, પાણી પુરવઠો પુર્વવત કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: