ગીર-સોમનાથ તા. -૦૭, ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં બાગાયતી પાકોમાં ભારે નુકસાની થઇ છે. જે અન્વયે નુકસાન થયેલ બાગાયતી પાકોના નવીનીકરણ માટે ૪ ટીમની રચના કરવામાં આવી છે. તા. ૩ જુનથી બાગાયત ખાતાના અધિકારીઓ સહિત આ ટીમ મારફતે વાવાઝોડાથી નુકસાન થયેલા નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં જઇ ખેડૂતોને બાગાયતી પાકોના નવિનીકરણ માટે, આંબાવાડીમાં નવ સર્જન સહિત નિર્દશન માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી રહી છે. તેમજ ખેડૂતોને બાગાયત ખાતાની નવિનીકરણની યોજના પ્રતિ હેકટર દીઠ રૂા. ૨૦,૦૦૦/- મુજબ મળવા પાત્ર લાભ અંગે પણ માહિતગાર કરવામાં આવે છે. ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો અને ફળ, શાકભાજી-ફુલપાકો, કૃષિ પેદાશોનું વેંચાણ કરતા કે લારીધારકોનો જાણવા જોગ
ગીર-સોમનાથ તા. -૦૭, ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો તથા ફળ, શાકભાજી-ફુલપાકો અને નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેંચાણ કરતા, હાટ બજારમાં વેંચાણ કરતા કે પાથરણા કે લારીથી વેંચાણ કરે છે તેના માટે બાગાયત ખાતા દ્વારા વિનામુલ્યે છત્રી/શેડકવર પુરૂ પાડવા આઇ-ખેડૂત પોર્ટલ તા. ૧૫/૦૭/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવહુડ મિશન દ્વારા ઇસ્યુ કરાયેલ નાશવંત કૃષિ પેદાશોનું છુટકમાં વેંચાણ કરતા હોવાનું ઓળખકાર્ડ જમા કરાવવુ ફરજીયાત રહેશે. તેમજ ગ્રામ્યકક્ષાએ જે તે સેજા હેઠળના ગ્રામ સેવક દ્વારા ગામમાં/ ગામની સીમમાં/ ગામની નજીકના રોડ સાઇડ ઉપર શાકભાજીનુ છુટક વેંચાણ પાથરણા/ લારીથી કરે છે તેની ખરાઇ અંગેનો દાખલો, રેશનકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. ઉપરાંત સમયમર્યાદામા ઓનલાઇન અરજીની નકલ તથા જરૂરી સાધનીક પુરાવાઓ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા-૧, ત્રીજો માળ, વેરાવળ ખાતે જમા કરાવવા એક યાદીમાં જણાવાયું છે. ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
વેરાવળના ભીડીયામાં નવયુવાનો દ્રારા સ્વચ્છતા અભિયાન યોજાયુ
ગીર સોમનાથ તા. -૦૭, વેરાવળના ભીડીયામાં દરિયા કિનારાના વિસ્તારમાં મત્સ્ય કિંગ યુવાનોની ટીમ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. યુવાનોની ટીમ દ્રારા દરીયા કિનારાથી પ્લાસ્ટીક અને દોરડા સહિત ૫૦૦ કિ.ગ્રાથી વધુ કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ યુવાનોની ટીમ દ્રારા અવાર નવાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાનમાં વધુમા વધુ લોકો જોડાઈ ઝડપથી દરિયા કિનારાના વિસ્તારને સ્વચ્છ કરવા યુવાનોએ કાર્ય હાથ ધર્યું છે. ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ગીર-સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તાલાળા, સુત્રાપાડા તાલુકા માટે રૂા. ૯ કરોડના કામોની મંજુરી
ગીર-સોમનાથ તા. -૦૭, રાજ્યમાં કોરોના સંક્રમણ પણ વિકાસની ગતી રોકી શક્યુ નથી. ગીર-સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તાલાળા અને સુત્રાપાડા તાલુકામાં રસ્તાના રૂા. ૯ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે. સ્ટેટ હાઇવેથી હીરાકોટ બંદરને જોડતો રસ્તો, ઉંબરીથી વાવડી સીમશાળા થઇ મોરાસા વાવડી (ઓડીઆર) રોડને જોડતો રોડ, હરણાસા પ્રાથમિક શાળાથી ત્રિવેણી સીમશાળા થઇ સુત્રાપાડા નગરપાલિકા રોડને જોડતો રોડ, લાખાપરા આંણદપરા રોડ, રમળેચી ગામથી માર્કેટીંગ યાર્ડ તાલાળાને જોડતો રસ્તો, મહોબતપરા રાતીધાર રોડ અને સરા આલીદ્રા રોડ માટે રૂા. ૯ કરોડના ખર્ચની મંજુરી નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આપવામાં આવી છે. ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
ગીર-સોમનાથ જિલ્લા પંચાયતની સમિતિના ચેરમેનની વરણી કરાઇ
ગીર-સોમનાથ તા. -૦૭, ગીર-સોમનાથ જિલ્લા પંચાયત ઇણાજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન બચુભાઇ વાજાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનની નિમણુંક કરવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભાવેશભાઇ વી. ઉપાધ્યાય, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રૂડાભાઇ પી. સિંગોડ, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નાથાભાઇ એ. વાજા, અપીલ સમિતિના ચેરમેન શ્રી રામીબેન બચુભાઇ વાજા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મણીબેન વિક્રમભાઇ પટાટ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિના ચેરમેન શ્રી વિલાસબેન દ્વારકાદાસ દોમડીયા, ઉત્પાદન, સહકાર, સિંચાઇ, પશુપાલન અને ખેતીવાડી સમિતિના ચેરમેન શ્રી પ્રીતીબેન પ્રતાપભાઇ પરમાર અને જિલ્લા કક્ષાની બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ સમિતિના ચેરમેન શ્રી રાજેશભાઇ બી. ઝાલાની વરણી કરવામાં આવી છે. તેમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ