September 30, 2022

ગીર સોમનાથ જિલ્લામાં જનરેટર મુકીને અસરગ્રસ્ત વિસ્તારના ૪૪ ગામોમાં વાવાઝોડાના બીજા દિવસે પાણી વિતરણ શરૂ કરાયું

ગીર સોમનાથ જિલ્લામાં જનરેટર મુકીને  અસરગ્રસ્ત વિસ્તારના ૪૪ ગામોમાં વાવાઝોડાના બીજા દિવસે  પાણી વિતરણ શરૂ કરાયું
Views: 178
0 0

Share with:


Read Time:2 Minute, 30 Second
ગીર સોમનાથ જિલ્લામાં જનરેટર મુકીને  અસરગ્રસ્ત વિસ્તારના ૪૪ ગામોમાં વાવાઝોડાના બીજા દિવસે  પાણી વિતરણ શરૂ કરાયું

બાકીના ૮૩ ગામોમાં આવતીકાલ સુધીમાં  લોકોને પાણી આપવાનું આયોજન

સંકલનઃ અનવર સોઢા

        ગીર-સોમનાથ તા. -૨૨, ગીર-સોમનાથ જિલ્લામાં આવેલ તૈાકતે વાવાઝોડાની ઉના, ગીરગઢડા તાલુકામાં તીવ્ર અસર થઇ છે. જેના કારણે વીજ વિભાગને વ્યાપક નુકશાન થયેલ છે. અનેક વીજ સબ સ્ટેશનો ક્ષતિગ્રસ્ત થયા છે.જેના કારણે જિલ્લાની પાણી વિતરણ વ્યવસ્થાને અસર થઇ હતી

      ઉના, ગીરગઢડા તાલુકાના ગામો પાણીથી વંચિત ન રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશે ઉના પ્રાંત કચેરી ખાતે ૧૯ મે નાં રોજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી અને વહેલી તકે ગામડાઓને પાણી મળી રહે તે માટે કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. જેને પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા જનરેટરો મંગાવી ૨૦ મેથી મેઇન હેડવર્ક ચિખલકુબા ખાતેથી રાવલ ડેમનું પાણી લઇને ઉના હેડ વર્ક, દ્વોણ હેડ વર્ક અને કેસરીયા હેડ શરૂ કરી ઉના તાલુકાના ૩૩ ગામો અને ગીરગઢડા તાલુકાના ૧૧ ગામો  પાણી વિતરણ કરવામાં આવેલ હતુ.

જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગીર સોમનાથના કુલ ૨૬૧ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાંથી ઉનાના ૮૭  ગીરગઢડાના ૪૦ કુલ ૧૨૭ ગામો જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ જોડાયેલા ૨૦મેથી ઉના તાલુકાના ૩૩ ગામો તેમજ ૧૧ ગામોના સમ્પ હેડ વર્કથી પીવાનું પાણી પહોંચાડવમાં આવેલ છે. બાકી રહેતા ૮૩ ગામોને આગામી દિવસમાં પાણી વિતરણ કરવામાં આવશે. નગડીયા હેડવર્ક ખાતેથી ૩૪ ગામ ઉના હેડ વર્ક ખાતેથી ૩૪ ગામ તેમજ દ્રોણ હેડ વર્ક ખાતેથી ૨૪ ગામ તેમજ ચાચકવડ કુવામાંથી ૩ ગામોને પાણી વિતરણ  કરવામાં આવે છે. આ બાકી ગામોમાં યુધ્ધના ધોરણે પાણી શરૂ કરવા આયોજન હાથ ધરવામાં આવેલ છે.  

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: