
ગીર સોમનાથ સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા. ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી થનાર છે. આ પર્વમાં પતંગ ઉડાવવા માટે વિવિધ પ્રકારની હાનિકારક દોરીનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે આમ જનતા તથા પશુ-પક્ષી ગંભીર રીતે ઘવાતા ગંભીર ઈજાના કારણે મૃત્યુ થવાના કેસો પણ નોંધાયેલા છે.
આ બાબતે હાઈકોર્ટ દ્વારા વખતો વખતના આદેશથી ચાઈનીઝ તુકકલ (સ્કાય લેન્ટર્ન), ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી તથા પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેનું સમગ્ર જિલ્લામાં ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી વગેરે હાનિકારક દોરીના વેચાણ/સંગ્રહ/ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિકો પાસે કોઈ માહિતી હોય તો એ સંબંધમાં ફોન નંબર ૧૦૦ પર આ પ્રકારની ફરિયાદ રજૂ કરી શકશે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન