ગીર-સોમનાથ તા. -૦૯, ગીર-સોમનાથ જિલ્લામાં માર્ચ-૨૦૨૦ થી આજદિન સુધી કોવિડ-૧૯ ના કારણે ૧૮ વર્ષથી નાના કોઇ પણ બાળકના માતા-પિતા અથવા કોઇ એક માતા કે પિતા નુ અવસાન થયુ હોય તેવા બાળકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે માહિતી એકત્રીકરણ કરવાની કામગીરી ચાલુ છે. જેમાં બાળકનુ નામ, પરિવારમાં કોવીડ-૧૯થી અવસાન પામેલ વ્યક્તિનું નામ (એક અથવા બંન્ને) હાલ બાળકને સાચવનારનું નામ અને ફોન નંબરની વિગત જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવાસદન, ઇણાજ બીજો માળ, રૂમ નંબર ૩૫૮, ૩૫૯, ૩૬૦ અથવા ફોન નંબર ૦૨૮૭૬-૨૮૫૨૩૨ મેઇલ dcpu-gscps-gs@gujarat.gov.in પર પહોંચતી કરવા જિલ્લા બાળ સુરક્ષા એકમ- ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ