
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ સુચારૂ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત ૯૦-સોમનાથ,૯૧-તાલાળા,૯૨-કોડીનાર,૯૩-ઉના વિધાનસભા બેઠક માટે પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કર્યુ હતું.

વેરાવળ ખાતેની મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે પોલીસ સ્ટાફ માટે ખાસ બેલેટ પેપરથી મતદાન કરવા માટે ફેસીલીટી સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ વિભાગ પોલીસ, હોમગાર્ડ્સ તેમજ ગ્રામ રક્ષક દળના જવાનો સહિતના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ પોસ્ટલ બેલેટ મારફતે ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું.

ઉપરાંત મણિબહેન કોટક ખાતે જ ૯૧-તાલાળા,૯૨-કોડીનાર,૯૩-ઉના વિધાનસભા બેઠક માટે પણ પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું. તમામ ફેસિલિટી સેન્ટર્સમાં પોસ્ટલ બેલેટથી કઈ રીતે મતદાન કરવું તે અંગેની વૈધાનિક બાબતોની સમજૂતી પણ આપવામાં આવી હતી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી