
ગીર સોમનાથ, તા.૧૪: વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧ ડિસેમ્બરના રોજ ૧૦૭૭ મતદાન મથકો પર મતદાન થશે જેના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે ત્યારે જિલ્લાના ૯૭૩૪ દિવ્યાંગ મતદારો માટે પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલાયદી તૈયારીઓ સંપૂર્ણ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાની ૪ વિધાનસભા બેઠક દીઠ કાજલી, રમરેચી, દેવડી અને ઉના એમ એક-એક મતદાન મથક દિવ્યાંગ કર્મચારીઓ દ્રારા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે દિવ્યાંગ (PWD) મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરીયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેર તેમજ સહાયકની વ્યવસ્થા કરાશે.
ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા સીટ પર દિવ્યાંગ મતદારો પણ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી દ્રારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા માટે, મતદાર યાદીમાં નામ ટ્રાન્સફર કરાવવા,વ્હીલ ચેર માટે અને મતદાન મથક માટે PwD મોબાઈલ એપની પણ મદદ લઈ શકે છે.
શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની દિવ્યાંગતા ધરાવતા મતદારોને મતદાનના દિવસે સંવાદ કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે સાઈન લેગ્વેજના જાણકાર વિશિષ્ટ શિક્ષકોની પણ સહાયક તરીકે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં નિમણૂક કરવામાં આવી છે. ઉપરોકત બાબતે વધુ માહિતી મેળવવા માટે PwD નોડલ ઓફીસર સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીના ટેલીફોન નં.૦૨૮૭૬-૨૮૫૭૧૨ પર સંપર્ક કરવા વિનંતી.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન