ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુત મિત્રોએ બાગાયત ખાતા, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૧ – ૨૨ માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલછે. લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજીકરવાની રહેશે. સમયમર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજી કરી તેની નકલ સાથે જરૂરી કાગળો તાજેતરના ૭ / ૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડ ની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા-૧, ત્રીજો માળ, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે. તેમ બાગાયત નિયામકશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો જાણવા જોગ
Views: 46
Read Time:1 Minute, 11 Second
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ