October 1, 2022

ગીર-સોમનાથ જિલ્લાનાં ૨૫ ગીર નેસડાઓમાં તંત્રની સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં

ગીર-સોમનાથ જિલ્લાનાં ૨૫ ગીર નેસડાઓમાં તંત્રની સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં
Views: 198
0 0

Share with:


Read Time:2 Minute, 42 Second
ગીર-સોમનાથ જિલ્લાનાં ૨૫ ગીર નેસડાઓમાં તંત્રની સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં

—————

નેસડાઓમાં ઘાસની ત્રણ ગાડી મોકલાવાશે – સંસ્થાઓ દ્વારા તાલપત્રી, રાશન સહિત ૧૦૦૦ કીટ પહોંચાડાઇ

ગીરના નેસડાઓમાં રેવન્યુ વિસ્તારની જેમ જ નિયમોનુસાર માલધારીઓને નુકશાનીનું વળતર મળે તે માટે વનવિભાગ સાથે સંકલન કરવા કલેકટરશ્રીની સુચના

        ગીર-સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારમાં આવેલા ૨૫ જેટલા નેસડાઓમાં તાઉતે વાવાઝોડાને લીધે થયેલા નુકશાની અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશે ગીરના માલાધારીઓની વસાહતને નુકશાન થયું હોય તો નિયમોનુસાર સર્વે કરી સરકારશ્રીની જોગવાઇ પ્રમાણે લાભો મળે તે માટે કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને સુચના આપી છે.

        ગીરગઢડા મામલતદારશ્રી કોરડીયાએ જણાવ્યું હતું કે, ગીરગઢડા તાલુકામાં જંગલ વિસ્તારની કુ ૬ રેન્જ જેવી કે જશાધાર રેન્જ, ખાંભા તુલશીશ્યામ રેન્જ, હડાળા, બાબરીયા, જામવાળા અને છોડવળી રેન્જમાં અંદાજે ૨૫ થી વધુ નેસડા આવેલા છે. આ નેસડાઓમાં વાવાઝોડાથી થયેલી નુકશાની અંગે ૬ ટીમો બનાવવામાં આવી છે. જેમાં ૧ મદદનીશ ઇજનેર અને ફોરેસ્ટના કર્મચારીઓ પણ જોડાયા છે. વધુમાં તાત્કાલીક અસરથી લાભ મળે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરીને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

        આર.એસ.એસ. અને રેડક્રોસ સોસાયટી સહિતની સંસ્થાઓ દ્વારા ગીરના નેસડાઓમાં તાલપત્રી, ઘાસની ત્રણ ગાડી મોકલવામાં આવી રહી છે. એક ગાડી ઘાસ નેસડામાં પહોંચી ગયું છે. ૨ ગાડી આવતીકાલે મોકલવામાં આવશે. ૧૦૦૦ રાશનકીટ પણ પહોંચાડવામાં આવી છે. જેમાં ખાદ્યસામગ્રી અને વાંસણનો પણ સમાવેશ થશે. તેમ મામલતદારશ્રીએ ઉમેર્યું હતું.

        નેસડાઓમાં થયેલી નુકશાની અંગે રેવન્યુ અને વનવિભાગના નિયમોનુસાર અસરગ્રસ્તોને જોગવાઇઓ મુજબ તાત્કાલીક રાહત મળે તે માટે પણ સુચનાઓ આપવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: