ગીર સોમનાથ જિલ્લા ખાતે અલગ અલગ ઘટકની જુદી જુદી આંગણવાડી કેન્દ્રમા પૂર્ણા દિવસ તથા પોષણ માસ-૨૦૨૩ ની ઊજવણી કરવામાં આવી રહી છે.જેમાં આજ રોજ વેરાવળ ઘટક-૨ ના પંડવા સેજાના માથાસુરિયા-૧/૨ આંગણવાડી કેન્દ્રો પર પોષણ માહ-૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમા કિશોરીએ દ્રારા પૂર્ણા શક્તિ માથી વાનગી હરીફાઈ કરવામાં આવી હતી તેમજ પૂર્ણા શક્તિના ફાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.અને અનેમીયા, વિશે જાગૃતિ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.આ પોષણ માસ દરમિયાન જિલ્લામાં અલગ અલગ દિવસોમાં ભેરાલા,તાલાલા,કોડીનાર,વેરાવળ,ધામલેજ,સુત્રાપાડા સહિતના આગણવાડી જૂદા જુદા ધટકોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ જિલ્લામાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં વિવિધ આગણવાડીઓ ખાતે ઉજવણી કરવામાં આવશે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી