
ગીર-સોમનાથ તા. -૨૨, વાવાઝોડા બાદ પડી ગયેલ ઝાડ/છોડ ને સૈાપ્રથમ કાપી/છટણી કરી વધારાનો ડાળીઓનો ભાર હળવો કરવો. નાના છોડને ઉભા કરી મુળ ઉપર માટી ચડાવી ટેકો આપવો. ઝાડ/છોડ પળ્યાની વિરૂધ દિશામાં મુળના ભાગમાં ખાડો કરી છાણીયું ખાતર, મોરમ મીક્ષ કરી લેવલ કરી નાખવું ત્યારબાદ ઝાડ/છોડને જમીનમાં હયાત મુળ ન તુટે તે રીતે ઉભો કરી ખાડો ભરી થળના ભાગમાં પાળા ચડાવી ટેકો આપવો. ઝાડ/છોડ આસપાસ ખામણું કરી કોપર ઓક્સીક્લોરાઇડ ૬૦ ગ્રામ/૧૫ લીટર અથવા કાર્બેન્ડાઝીમ ૧૫ ગ્રામ/ ૧૫ લીટર પાણી સાથે ભેળવી હળવું પીયત આપવું. ઝાડ/છોડ કાપેલી/છટણી કરેલી ડાળીઓ પર બોર્ડીપેસ્ટ (મોરથુથુ, ચુનો, પાણી, ૧કિગ્રા+૧લી.) અથવા કોપર ઓક્સીક્લોરાઇડ (૬૦ ગ્રામ/૧૫લીટર) + સ્ટેપ્ટોસાઇકલીન (૧.૫ ગ્રામ / ૧૫ લીટર) નો છટકાવ કરવો. આ તકેદારીઓથી ઝાડ/છોડ પડી ગયા અથવા ઉખડી ગયા હોય તો કદાચ બચાવી પણ શકાશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ