
હીરાબાઈએ સીદી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા જાંબુરના હીરાબાઈ લોબીને ગીર સોમનાથ જિલ્લાકક્ષાના ૭૪ પ્રજાસત્તાક પર્વમાં કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહેલ તેમજ અન્ય મહાનેભાવો દ્વારા સન્માનિત કરાયા હતાં.

હીરાબાઈ લોબીએ જણાવ્યુ હતુ કે, હુ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂકી હતી અને મારો ઉછેર દાદીમાએ કર્યો છે. મે મારા જીવનમા બીજાનુ ભલુ થાય તે માટે ઘણા સંઘર્ષો કર્યા છે સારુ કરવાની ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે. આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ રહી છે. આજે સરકારશ્રી દ્વારા મારી પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરેલ છે. જેનો હુ હદયપુર્વક આભાર વ્યક્ત કરૂ છું.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી