February 23, 2024

ગીર સોમનાથ ખાતે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને કોવિડ-૧૯ અંગે સમીક્ષા બેઠક યોજાઇ…..

ગીર સોમનાથ ખાતે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને કોવિડ-૧૯ અંગે  સમીક્ષા બેઠક યોજાઇ…..
Views: 666
0 0
Spread the love

Share with:


Read Time:3 Minute, 56 Second

ગીર-સોમનાથ ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને કોવીડ-૧૯ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ગીર-સોમનાથ તા.૧૫, દેશભરમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારશ્રી દ્વારા કોરોના સંક્રમણને નાથવા નોંધપાત્ર પગાલાઓ લેવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં કોરોનાની ચેન તોડવા માટે કટિબધ્ધતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ગીર-સોમનાથ જિલ્લામાં પણ વહીવટી તંત્ર કોરોનાના સંક્રમણને નાથવા પ્રયત્નશીલ છે. ઇણાજ, સેવાસદન ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને કોવીડ-૧૯ અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એચ.એચ.ભાયા દ્વારા પ્રેઝેન્ટેશન દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા કરેલ કામગીરીની વિગતો આપી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ કોરોનાને નાથવા માટે તંત્ર દ્વારા થતી કામગીરીની વિગતો મેળવી જણાવ્યું હતું કે, હાલની પરીસ્થિતિને ધ્યાને લેતા જિલ્લામાં શંકાસ્પદ દર્દીનું ટેસ્ટીંગ વધારવાની કામગીરી, ધન્વન્તરી રથ દ્વારા ગામની મુલાકાત, અર્બન એરીયામાં ફીક્સડ સાઇડ ટેસ્ટીંગ અને તમામ સરકારી દવાખાનામાં ટેસ્ટીંગની કામગીરી કરવી જરૂરી છે. તેમજ જિલ્લાના દરેક ગામોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ કરી લોકોના આરોગ્યની તપાસણીની કામગીરી થકી શંકાસ્પદ દર્દીને હોમ આઇસોલેટમાં રાખી સારવાર આપવી. તેમજ જરૂર પડ્યે ગામમાં ઉભુ કરવામાં આવેલ કોવીડ કેર સેન્ટરમાં રીફર કરવા જણાવ્યું હતુ. મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત ગામમાં જ લોકોને કોરોનાની તમામ સારવાર મળી રહે તેવી તમામ સુવિધાઓ ઉભી કરવા આરોગ્ય વિભાગને જણાવાયું હતું.
સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ બેઠકમાં આરોગ્ય વિભાગને જ્યા કોવીડના દર્દીઓને સારવાર આપવા માટે બેડ વધારી શકાય ત્યા બેડ વધારવા સહિત જિલ્લાના દર્દીઓને સારવાર લેવા જિલ્લાની બહાર ન જવુ પડે તે માટે જિલ્લામાં બેડની સંખ્યા વધારવા આહવાન કર્યુ હતું. જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશે જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અને દર્દીને વધુમાં વધુ ઉત્તમ સુવિધાઓ સાથે સારવાર લઇ શકે તે માટે તૈયાર કરેલ એકશન પ્લાનની વિગતોથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવીન્દ્ર ખટાલે, અધિક કલેકટરશ્રી એસ.જે. ખાંચર, પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર, નાયબ કલેકટરશ્રી ભાવનાબા ઝાલા, સિવિલ સર્જન ડો.જિજ્ઞેશ પરમાર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્ય હતા. ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author