
સ્થાનિક આરોગ્ય કેન્દ્રો વધુ સક્ષમ બનાવી લોકોમાં વેકસીન તથા ટેસ્ટ અંગે જાગૃતિ વધારવા ખાસ અભિયાન ચલાવવા તાકીદ કરતા મંત્રશ્રી ચાવડા
ગીર-સોમનાથ તા. -૧૫, પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ ગીર-સોમનાથ જિલ્લા કોવીડ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર અને કોવીડ કેર સેન્ટર મુલકાત લઇ હોસ્પિટલની કોવીડ અંગેની વ્યવસ્થાઓની સમિક્ષા કરી હતી અને જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સિવિલ હોસ્પિટલ કોવીડ વોર્ડમાં દાખલ દર્દીઓને રૂબરૂ મળી જાત માહિતી મેળવી તેમના ખબર અંતર પુછયા હતા.
હોસ્પિટલમાં ડોકટરો, સ્ટાફ, બેડની સંખ્યા, ઓક્સજનની ઉપલબ્ધતા વગેરે બાબતોની ચર્ચા કરી હતી. જિલ્લાકક્ષાએ સિવિલ હોસ્પિટલનું ભારણ ઓછુ થાય અને લોકોને સ્થાનિક સ્તરે જ કોવીડ સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી ગ્રામીણક્ષેત્રે આદ્રી, અરણેજ, સિંધાજ, તડ, જામવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. લોકોમાં વેકસીન તથા ટેસ્ટ અંગે જાગૃતિ આવે તે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવા જણાવ્યું હતું.
આ તકે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પુર્વ બીજ નિગમ ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, અગ્રણીશ્રી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઇ પરમાર, ડો.ગૈાસ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ