Sorath Ni Dharohar

News Channel of India

ગીર સોમનાથ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ગીર સોમનાથ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જનતાના પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આવે તે માટે જિલ્લાનાં ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને દરેક વિભાગનાં અધિકારીઓ સાથે ગીર સોમનાથ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ, ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના સંબંધિત પ્રશ્નો અંગે ચર્ચા તથા જનપ્રતિનિધિશ્રીઓએ તાલુકા તથા જિલ્લાની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. આ રજૂઆતો અંગે કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓને તમામ પ્રશ્નોનો ઝડપી અને સુનિયોજીત પદ્ધતિથી ઉકેલ લાવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

તાલાલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે બિનઅધિકૃત દબાણ, પાર્કિગની મુશ્કેલીઓ, નવા દબાણ થતા અટકાવવા તથા વનવિભાગને લગતા પ્રશ્નોની રજૂઆત કરી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી. જ્યારે ઉના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે પણ પેશકદમી સહિત વિવિધ જનલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી. બેઠકમાં રજૂ કરાયેલા તમામ પ્રશ્નો તથા અગાઉના પડતર પ્રશ્નો અંગે ઝડપી અને સુનિયોજીત કામગીરી કરવા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને આદેશ કર્યો હતો તેમજ જનપ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરીને તે અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ગીર સોમનાથ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

સંકલનની બેઠકમાં સોમનાથ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર શ્રી બી.વી.લિંબાસિયા સહિત સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ ખેતીવાડી, આરોગ્ય, નેશનલ હાઈવે, શિક્ષણ સહિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ગીર સોમનાથ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ