December 11, 2023

ગીર-સોમનાથ કલેકટર શ્રીએચ.કે .વઢવાણીયાના અધ્યક્ષસ્થાનેકલા મહાકુંભ અને ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત બેઠક યોજાઈ

ગીર-સોમનાથ કલેકટર શ્રીએચ.કે .વઢવાણીયાના અધ્યક્ષસ્થાનેકલા મહાકુંભ અને ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત બેઠક યોજાઈ
Views: 2343
0 0
Spread the love

Share with:


Read Time:3 Minute, 7 Second

ગીર સોમનાથ જિલ્લામાં કલા અને ખેલ મહાકુંભ ૨.૦ના સુચારુ આયોજન અને રજીસ્ટ્રેશન બાબતે જિલ્લાના  કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષતામાં કોન્ફરન્સ રૂમ કલેક્ટર કચેરી ઈણાજ ખાતે સબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ વધુમાં વધુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાય તે માટે અધિકારશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા અને જરૂરી સુચનાઓ આપી હતી ઉપરાંત જણાવ્યું હતું કે, જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦નું રજીસ્ટ્રેશન ચાલુ છે ત્યારે કલા મહાકુભમાં પણ  શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ કલાક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને તૈયાર કરવા અને આ સાથે  શાળાઓ,કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રચાર પ્રસાર થકી વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરીને વધારે વિદ્યાર્થીઓ ભાગીદારી નોંધાવે  તે માટે અનુરોધ કરાયો હતો.

જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વિશાલ દિહોરાએ જણાવ્યુ હતુ કે, ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લામાં ગત વર્ષે ખેલ મહાકુંભમાં ૧.૨૮ લાખથી વધુ લોકોના રજીસ્ટ્રેશન થયા હતા. આ ઉપરાંત તેમણે જિલ્લાના લોકોને ખેલ મહાકુંભ ૨.૦માં રજીસ્ટ્રેશન અંગે અને ખેલમહાકુંભ અંતર્ગત  આયોજન વિશે માહિતીગાર કરાયા હતા.

આ ઉપરાંત યુવા વિકાસ અધિકારીશ્રી મકવાણાએ કલા મહાકુંભ -૨૦૨૩ વિશે માહિતી આપી હતી તેમજ તાલુકા અને સીધી જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે અને  જિલ્લા, પ્રદેશ, અને રાજ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓએ રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ગીર-સોમનાથ કલેકટર શ્રીએચ.કે .વઢવાણીયાના અધ્યક્ષસ્થાનેકલા મહાકુંભ અને ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત બેઠક યોજાઈ

આ બેઠકમાં  જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી એન.ડી.અપારનાથી, જિલ્લા રમત અધિકારી શ્રી કાનજી ભાલિયા ડીઈઓ ઓફિસના અધિકારીશ્રી વિપુલ ખાંભલા, જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી એ.વી.પરમાર, મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના પ્રોફેસર શ્રી જિવાભાઈ વાળા સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતાં.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author