September 28, 2023

ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માનવ વસ્તી વગરના ટાપુઓ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ

ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માનવ વસ્તી વગરના <strong>ટાપુઓ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ</strong>
Views: 839
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 56 Second

ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માનવ વસ્તી વગરના <strong>ટાપુઓ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ</strong>

ગીર સોમનાથતા.૧૨ગુજરાત સ્ટેટ લેવલ કોસ્ટલ સિક્યુરિટીની બેઠક અને ડિપાર્ટમેન્ટ લેવલ કોસ્ટલ સિક્યુરિટી કમિટીની બેઠકની કાર્યવાહી નોંધના મુદ્દા નં.૦૮માં માનવ વસ્તી વગરના ટાપુઓ પર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત થતાં આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ ૦૫ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. જે ટાપુઓ પર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં સુરક્ષાને લગતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે સીમર ભેંસલા આઈલેન્ડ, સીમર ભેંસલા રોક, સરખડી વિસ્તારમાં રોક, સૈયદ રાજપરા રોક, માઢવાડ ભેંસલા રોકના ટાપુઓ/રોક(ખડક) પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી કે સુરક્ષાને લગતા પ્રશ્નો ઉભા થાય એવા કૃત્યો પર મનાઈ ફરમાવવામાં આવે છે.

જિલ્લાની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ જાહેરનામું તા.૨૧/૧૧/૨૦૨૨થી તા.૧૯-૦૧-૨૦૨૩ સુધી અમલમાં રહેશે તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author