
ગીર સોમનાથ, તા.૧૪: વિધાનસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૨ અનુસંધાને કોઈપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થાને ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલની લગોલગ તેમજ ધાર્મિક સ્થળમાં ખોલવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર ઉક્ત વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓ/ શ્રદ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફિકની ગેરવ્યવસ્થા થવાની પુરેપુરી સંભાવના રહેલી છે.
જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ગીર સોમનાથ જિલ્લાના હદ વિસ્તારમાં ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય (૧)(I) ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલની લગોલગ તેમજ ધાર્મિક સ્થળ/ સંકુલમાં ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે. (૨) કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. તેમજ નીચે મુજબના કૃત્યો માટે મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જેમાં હુકમનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ફોટોગ્રાફવાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. આવા બેનરની સાઈઝ “૪ ફુટ × ૮ ફુટ” ની મર્યાદામાં રાખવાની રહેશે.સ્થાનિક સત્તા મંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે.ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સંબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે. આ હુકમ ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન