
કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા આર.બી.એસ.કે (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) માં ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની જન્મજાત ખામી જેવી કે જન્મજાત હૃદય રોગ,ક્લેટ લીપ પેલેટ સહિતની ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના અન્ય ગંભીર રોગની સારવાર તથા મોટા ઓપરેશનની જરૂર પડ્યે સરકારશ્રી દ્વારા આર.બી.એસ.કે પ્રોગ્રામ અતર્ગત વિનામૂલ્યે સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે.

આ વર્ષ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના બાળક આયુષ સુરેશ પરમાર ને જન્મથી જ કિડની ની બિમારી હતી, જે વેરાવળ તાલુકાની આર.બી.એસ.કે ટીમનાં ડો.ઈશ્વર ડાકી તથા ડો.વિએના જીન્જુવાડીયા નિદાનમાં આવતા તેમના દ્વારા માર્ગદર્શન અપાયેલ તથા આયુષ સુરેશ પરમાર ને અમદાવાદની કિડની હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ હતા. જ્યાં તેમની છેલ્લા ૫ વર્ષથી સારવાર ચાલુ હતી ત્યારબાદ આ વર્ષે કિડનીના દાતા મળી જતા આયુષ કિડની ટ્રાન્સપ્લાન્ટ નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આવી રીતે આયુષ ને આર.બી.એસ.કે પ્રોગ્રામથી નવજીવન મળ્યું

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અતર્ગત ડો.ઈશ્વર ડાકી તથા ડો.વિએના જીન્જુવાડીયાની ટીમ દ્વારા ભાવેશ ખેર જે જન્મજાત બધિરતા હતા. તેમનું આર.બી.એસ.કે દ્વારા કોકલીયર ઈમ્પ્લાન્ટનું સફળ ઓપરેશન કરાવામાં આવ્યુ છે.તેમજ પર્વ ચિરાગ પાઠક નું હૃદય રોગનું સફળ ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. આ રીતે આર.બી.એસ.કે કાર્યક્રમ દ્વારા જન્મજાત ખામીવાળા બાળકો માટે આર્શીવાદ સમાન બન્યું છે
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન