
ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત કરવા તથા સુવિધા આપવા માટે વિધાનસભા ચૂંટણીમાં અલગ-અલગ વિશિષ્ટ મતદાર મથક તૈયાર કર્યા છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ ચાર વિધાનસભા બેઠકમાં દરેક વિધાનસભા બેઠક દિઠ એક એમ ચાર દિવ્યાંગ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે.
જે અંતર્ગત ૯૦-સોમનાથમાં મતદાન મથક નં ૨૪૮ કાજલી-3, ૯૧-તાલાળા વિધાનસભા તાલુકા મથકે ૪૦ રમરેચી-૧, દિવ્યાંગ મતદાન મથકો તૈયાર કરાશે. જ્યારે ૯૨-કોડીનાર વિધાનસભા બેઠકમાં ૧૪૪ દેવડી-૬માં અને ૯૩-ઉના વિધાનસભા બેઠકમાં ૧૫૨ ઉના-૩૨ ખાતે દિવ્યાંગ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. આ તમામ મથકોમાં દિવ્યાંગ કર્મચારીઓ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર-૧ તેમજ પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે કાર્યરત રહેતા લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી