September 30, 2022

ગીર સોમનાથમાં ૩૬મી નેશનલ ગેમ્સ જનજાગૃતિ અભીયાન કાર્યક્રમ પશુપાલન મંત્રી શ્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં યોજાયો

ગીર સોમનાથમાં ૩૬મી નેશનલ ગેમ્સ જનજાગૃતિ અભીયાન કાર્યક્રમ પશુપાલન મંત્રી શ્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં યોજાયો
Views: 59
0 0

Share with:


Read Time:5 Minute, 34 Second

આપણુ ગુજરાત દેશની ૩૬મી નેશનલ ગેમ્સનુ આયોજન કરવા સજ્જ છે : મંત્રીશ્રી

ગીર સોમનાથ તા. -૧૫, ગુજરાત ૩૬મી નેશનલ ગેમ્સનું યજમાન બન્યુ છે. ત્યારે રમતવિરોને રમત ગમતની પ્રવૃતિઓમાં પ્રોત્સાહન મળે અને રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ રમત ગમત પ્રત્યે વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા નગરપાલીકા ટાઉનહોલ, વેરાવળ ખાતે જિલ્લાકક્ષાનો “નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન-૨૦૨૨” કાર્યક્રમ પશુપાલન વિભાગના મંત્રી શ્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

    ૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યના ૬ શહેરોમાં યોજાશે. જેમા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યોજવામાં આવશે.


    આ તકે મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત રમત ગમતના ક્ષેત્રે મોખરે છે. આ સાથે ગુજરાત ખેલ મહાકુંભની પ્રથમ આવૃતિની શરૂઆતથી ગુજરાત પાયાના સ્તરે રમત-ગમતના માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી રહ્યુ છે અને પહેલેથી જ ગુજરાત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ આયોજન કરવા માટે જાણીતુ છે. વધુ જણાવતા તેઓશ્રીએ કહ્યુ હતુ કે, જિલ્લાકક્ષાએ તમામ ૩૩ જિલ્લામાં ૪૧ ઓપરેશનલ ડીએલએસએસની સ્થાપના કરવામાં આવી છે. ડીએલએસએસ શાળાઓમાં ૪૮૫૦ ખેલાડીઓ તેમજ ૧૪૧ કોચ અને ૧૬૦ ટ્રેનસ છે. આપણુ ગુજરાત દેશની ૩૬મી નેશનલ ગેમ્સનુ આયોજન કરવા સજ્જ છે. તેમ તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જણાવ્યુ હતુ કે, દર ત્રણ વર્ષે નેશનલ ગેમ્સનુ આયોજન થતુ હોય છે. નેશનલ ગેમ્સનું આયોજન ૨૦૧૫મા કેરળ મુકામે થયુ હતુ .નેશનલ ગેમ્સના આયોજનની જાણ રાજ્યને ત્રણ વર્ષ પહેલા થતી હોય છે. ગુજરાતને આ જાણ ત્રણ મહિનાના ટુંકા ગાળામા અસંભવ ને સંભવ બનાવવાનુ છે અને એ ગુજરાતીઓનો સ્વભાવ છે.વધુ જણાવતા કહ્યુ હતુ કે, રમત ગમત ક્ષેત્રે રુચિ ધરાવતા વિદ્યાર્થીઓને આજે યોગ્ય પ્લેટફોર્મ મળતુ થયુ છે. ખેલમહાકુભની શરૂઆત થકી ભારત આજે વિવિઘ રમતોમા નંબર લાવતુ થયુ છે.

ગીર સોમનાથમાં ૩૬મી નેશનલ ગેમ્સ જનજાગૃતિ અભીયાન કાર્યક્રમ પશુપાલન મંત્રી શ્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં યોજાયો

આ તકે રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા વોલીબોલ અંડર -૧૪ની ૬ બહેનોનુ ટ્રોફી દ્વારા સન્માન કરવામા આવ્યુ. તેમજ વોલીબોલ અંડર -૧૭ ઓપન એજ ગ્રુપ વોલીબોલ, રસા ખર્ચની ટીમ,અંડર -૧૪ કબડ્ડી રાજ્યકક્ષાએ ગીર સોમનાથમા પ્રથમ આવેલ ટીમોનુ સન્માન કરવામા આવ્યુ. તેમજ એશિયન યુથ ચેમ્પિયન શીપ -૨૦૧૪(થાઈલેન્ડ) ભારતીય ટીમના કેપ્ટન કિજલબેન વાળાનુ અને ઈન્ટરનેશનલ મેડાલીસ્ટ લોગ જમ્પ, ત્રિપલ જમ્પ શ્રધ્ધાબેન ધુલેનુ મોમેન્ટ આપી સન્માન કરવામા આવ્યુ હતુ. તેમજ આ સાથેજ ખેલ મહાકુભ-૧૧માં સૌથી વધુ ચંદ્રકો મેળવતી શ્રી કે.કે.મોરી હાઈસ્કૂલ પ્રાચીને ૧ લાખ, સેન્ટ મેરી પ્રાયમરી પ્રભાસ પાટણને ૧ લાખ અને સોમનાથ ઉચ્ચતર માધ્યમિક શાળા કોડીનારને ૭૫ હજારની માતબર રકમ રાજ્ય સરકાર દ્વારા આપીને સન્માન કરવામા આવ્યુ હતુ.

    આ કાર્યક્રમમાં મહાનુભાવોએ કબડ્ડી, કેરી,ટેબલ ટેનિસ, કુસ્તી, ચેસ ઈન્ડોર ગેમનુ ડેમોસ્ટેશન નિહાળ્યું હતુ ૧૧મા ખેલ મહાકુંભ તથા ૩૬મી નેશનલ ગેમ્સના મહત્વના અંશોનુ ફિલ્મ નિર્દેશન પણ નિહાળ્યું હતુ.

    આ તકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી પિયૂષભાઇ ફોફંડી, જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે,  જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વિશાલ દિહોરા, પ્રાત યુવા વિકાસ અધિકારીશ્રી અશ્વિન સોલંકી અને વિવિધ સ્કુલના પ્રિન્સિપાલ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં રમતવીરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી દીપક નિમાવતે અને આભાર વિધિ રમત ગમત વિકાસ અધિકારીશ્રી કાનજીભાઈ ભાલીયાએ કરી હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: