
સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતના સૂત્રને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં સફાઈ અભિયાન પૂરઝડપ ચાલી રહ્યું છે ત્યારે ગીર સોમનાથજિલ્લાના વિવિધ ગામોમાં પણ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરાઈ છે. ઉના ડમાશા, કોડીનારના મૂળ દ્વારકા, વેરાવળના આંબલિયાળા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામજનોએ સહભાગીદારી નોંધાવી હતી અને આ અભિયાનમાં હોંશે હોંશે સાફસફાઈમાં ભાગ લીધો હતો.
‘મારૂ ગામ, નિર્મળ ગામ’ સૂત્રને સાર્થક કરતા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વેરાવળ તાલુકાના આંબલિયાળા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. જેમાં પ્લાસ્ટિકનો કચરો અને લાકડાના ટૂકડાં વગેરે કચરો એકત્રિત કરી અને સફાઈ હાથ ધરવામાં આવી હતી.

જ્યારે ઉના તાલુકાના ડમાશા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાયક્લોન સેન્ટરના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ જ્યારે કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત દરિયાઇ કાંઠા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Average Rating
More Stories
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી
રૂદ્રાક્ષ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રી – ૨૦૨૩ નું એક ભવ્ય અને સુંદર ઇનામોની વણઝાર સાથે આયોજન કરવામાં આવેલ