
ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકારે “સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન” અમલી બનાવ્યું છે. સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન-૨૦૨૩ અંતર્ગત તા.૧૫/૦૩/૨૦૨૩ના રોજ ૧૧:૩૦ કલાકે કલેકટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા કલેકટર શ્રી આર.જી.ગોહિલના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ મિટિંગનું આયોજન કરવામાં આવેલ.
આ મિટિંગમા કલેકટરશ્રી દ્વારા સંબંધિત તમામ અધિકારીશ્રીઓને સુજલામ સુફલામ જલ અભિયાન ૨૦૨૩ અંતર્ગત શહેરી વિકાસ, પાણી પુરવઠા બોર્ડ, જળ સંપતિ વિભાગ, વન વિભાગ, વગેરે તમામ વિભાગો દ્વારા જળસંચયની કામગીરી અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરવાનું આયોજન થયેલું છે. જે અન્વયે જળસંચયના કામો તેમજ અભિયાનના આયોજનમાં લીધેલ કામો જરૂરી પ્રક્રીયા તાત્કાલિક પૂર્ણ કરી અધૂરા કામો સત્વરે પૂર્ણ કરવા તેમજ નવા કામ ચાલુ કરવા સુચના આપવામા આવી હતી.

ઉપરાંત વૈજ્ઞાનિક પધ્ધતિ મુજબ જળસંચયના કામો તેમજ તળાવો ઉંડા કરવાના કામો અંગે પણ ધ્યાન દોર્યુ હતું. નોંધનીય છે કે, જળસંગ્રહ અભિયાન અંતર્ગત ચેકડેમ રીપેરીંગ, તળાવ ઊંડા કરવા, નદીઓ સાફ-સફાઈ કરવી, કેનાલ સાફ-સફાઈ કરવી આ તમામ પ્રકારના મરામતના અને જળસંચયના કામો હાથ ધરવામાં આવશે.
આ તકે અધિક કલેકટર શ્રી બી.વી.લિંબાસીયા, ગીર સોમનાથ સિંચાઇ વિભાગ કાર્યપાલક ઇજનેર શ્રી એ.પી કળસરિયા સહિત જિલ્લાના અમલીકરણ સમિતિના સંબંધિત તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી