December 12, 2023

ગીર સોમનાથમાં સીનીયર સિટિઝન બહેનો માટે યોજાઈ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધા

ગીર સોમનાથમાં સીનીયર સિટિઝન બહેનો માટે યોજાઈ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધા
Views: 4798
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 53 Second

સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઇ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરીવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તક જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ કચેરી દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કક્ષા સીનીયર સિટીઝન બહેનો (60 વર્ષથી ઉપર) માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તાજેતરમાં સરસ્વતી વિદ્યાલય, વેરાવળ ખાતે યોગાસન અને ચેસ સ્પર્ધા અને સોમનાથ ડી.એલ.એસ.એસ. સ્કુલ, કોડીનાર ખાતે એથ્લેટીક્સ અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘ખેલો ઈન્ડિયા’ અંતર્ગત યોજાયેલ રમતોત્સવમાં જિલ્લામાંથી એથ્લેટીક્સમાં ૪૨, રસ્સાખેંચમાં ૩૨, યોગાસનમાં ૨૬, અને ચેસમાં ૮ બહેનો એમ કુલ ૧૦૮ બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતા બહેનો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધાને સફળ બનાવવા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કાનજી ભાલીયા, ટેકનીકલ મેનેજર શ્રી નરેશ ગોહિલ તથ જિલ્લાના વ્યાયામ શિક્ષકો, તમામ કોચ અને ટ્રેનર્સે ભારે જહેમત ઉઠાવી હતી.

ગીર સોમનાથમાં સીનીયર સિટિઝન બહેનો માટે યોજાઈ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધા

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author