સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ કચેરી દ્વારા તા.૦૧/૦૫/૨૦૨૩ થી તા.૧૦/૦૫/૨૦૨૩ સુધી ગીર સોમનાથ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે તાલુકા/જિલ્લા કક્ષા બિન નિવાસી વિવિધ રમતોના સમર કોચિંગ કેમ્પનું આયોજન થનાર છે. જેમાં સવારે ૦૭ થી ૦૯ વાગ્યા સુધી વિવિધ રમતોના તજજ્ઞો દ્વારા સુદ્રઢ તાલીમ આપવામાં આવશે.
આ કેમ્પમાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષા અને જિલ્લાકક્ષા નંબર પ્રાપ્ત કરેલ હોય તથા રાજ્યકક્ષાએ ભાગ લીધેલ હોય તેવા ૦૯ થી૧૭ વર્ષના પ્રતિભાશાળી ખેલાડી ભાગ લઇ શકશે. આ કેમ્પની વધુ માહિતી માટે શ્રી જયેશ.પી. ગોહિલ મો. ૯૨૨૮૧ ૩૭૬૦૪પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથની એક યાદીમાં જણાવેલ છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન