
આગામી તા.૨૦/૧૧/૨૦૨૨ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગીર સોમનાથ ખાતે પધારવાના હોય તેમજ ‘બ્લુબુક’ SPG પ્રોટેક્ટિવ કક્ષાની સુરક્ષા ધરાવતા હોય તેમની સુરક્ષાને ધ્યાને લઈ વડાપ્રધાનશ્રીની મુલાકાતવાળા સ્થળોને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જી.ગોહીલ દ્વારા “નો-ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ અધિક્ષકશ્રી ગીર સોમનાથ તરફથી રજૂ થયેલ દરખાસ્ત અનુસાર સોમનાથ મંદિર તેમજ સદભાવના ગ્રાઉન્ડ ખાતેના સ્થળોએ અને વડાપ્રધાનશ્રી જે પણ સ્થળોની મુલાકાત લે તેવા તમામ સ્થળોને ‘નો ફ્લાય ઝોન’ તથા ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવા ફરમાન કરવામાં આવે છે. આ વિસ્તારમાં પરવાનગી સિવાયની તમામ ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય તમામ પ્રકારના ઉતરાણ કે ઉડ્ડયન કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૨૦ નવેમ્બરના રોજ ૦૦.૦૦ થી સાંજે ૨૪.૦૦ કલાક સુધી એક દિવસ માટે અમલમાં રહેશે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર સામે ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ સજા પાત્ર થશે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી