December 11, 2023

ગીર સોમનાથમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષી ભારે વાહનોના ડાયવર્ઝન અંગે જાહેરનામું

<strong>ગીર સોમનાથમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષી ભારે વાહનોના ડાયવર્ઝન અંગે જાહેરનામું</strong>
Views: 951
1 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 24 Second
<strong>ગીર સોમનાથમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષી ભારે વાહનોના ડાયવર્ઝન અંગે જાહેરનામું</strong>

આગામી તા.૨૦/૧૧/૨૦૨૨ના રોજ વડાપ્રધાનશ્રી તેમજ અન્ય મહાનુભાવો સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે તેમજ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાના કાર્યક્રમમાં હાજરી આપનાર હોય તેમજ વડાપ્રધાનશ્રી ‘બ્લ્યુ બુક’ તથા એસ.પી.જી પ્રોટેક્ટીવ અનુસાર ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા હોય મોટી સંખ્યામાં ભીડ રહેનાર હોવાથી ભારે માલવાહક વાહનોના ડાયવર્ઝન અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

            આ જાહેરનામા અનુસાર સફારી સર્કલથી તાલાલા ચોકડી ઓવરબ્રીજ તથા સફારી સર્કલથી સુત્રાપાડા ફાટક સુધી આ સભા કાર્યક્રમ અનુસંધાને વાહનોની મોટી સંખ્યામાં ભીડ રહેવાર હોવાથી રોજીંદા ભારે માલવાહક વાહનોની અવરજવરથી ટ્રાફિક જામ ન થાય અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે જુનાગઢ તરફથી કોડીનાર જતા વાહનોને તાલાલા ચોકડી ખાતે આવેલ પુલ નીચેથી તાલાલા તરફ ડાયવર્ઝન આપી તાલાલા થઈ પ્રાચી તરફથી જવાનું રહેશે.

જ્યારે વેરાવળથી ભાલકા, જીઆઈડીસી થઈ સફારી સર્કલથી કોડીનાર તરફથી જતા ભારે વાહનો ભાલકા ચોકીથી ડાયવર્ઝન આપી તાલાલા નાકા થઈ કોડીનાર જવાનું રહેશે. ઉપરાંત કોડીનાર તરફથી સોમનાથ તરફ આવતા ભારે વાહનો પ્રાચીથી ડાયવર્ઝન આપી તાલાલા થઈ વેરાવળ કે જુનાગઢ તરફ જવાનું રહેશે.

આ જાહેરનામું તા.૨૦/૧૧/૨૦૨૨ના રોજ ૦૬.૦૦ કલાકથી ૧૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું ઓન ડ્યૂટી પોલીસ વાન, મેડીકલ વાહનો, અન્ય સરકારી વાહન, એસ.ટી.બસો, ઓન ડ્યૂટી આવશ્યક સેવાના વાહનો તેમજ અંતિમ વાહિનીને લાગુ પડશે નહીં.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author