
લોકોની સુખાકારી વધારવા માટે જ નહીં, પરંતુ તેમના દુઃખ દર્દમાં પણ રાજ્ય સરકાર તેમની સાથે છે. ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાયક્રમ અંતર્ગત જન્મથી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમા શાળા અને આગણવાડીના તમામ બાળકોની આરોગ્ય તપાસણી દ્વારા બાળકોમાં રહેલી જન્મજાત ખામી તેમજ ગંભીર બીમારીનુ વહેલી તકે નિદાન થઈ શકે. આ બાળ સ્વાસ્થ્ય કાયયક્રમ અંતર્ગત જિલ્લામાં વર્ષ દરમિયાન બે વખત આંગણવાડી અને એક વખત શાળા ખાતે જઈ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. જેમાં બાળકોને જન્મજાત ખામીઓ જેવી કે, ફાટેલ તાળવું, હૃદયની બીમારી, ફાટેલા હોઠ, કેન્સર, કીડની જેવી ગંભીર બીમારીઓનું શાળા, આંગણવાડી, મુલાકાત દરમિયાન સ્ક્રિનિંગ કરી વધુ સારવારની જરૂરીયાતવાળા બાળકોને હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવે છે. જેથી બાળકોમાં વીકલાગતા કે મરણ થતુ અટકી શકે તેમજ બાળકો તંદુરસ્ત જીવન જીવી શકે.
જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં કુલ ૨૩ મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા બાળકોનાં આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેમા કુલ ૧૯૦૬ સંસ્થાઓ (આંગણવાડી – શાળાઓ) નાં કુલ ૨,૫૭,૪૪૭ બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર આપવામાં આવી હતી. આ બાળકોના આરોગ્યની તપાસણીમાં કુલ ૧૨૨ જેટલા બાળકોમાં ગંભીર બિમારી વાળા બાળકો મળી આવ્યા હતા. જે પૈકી ૭૩- હ્રદયની બિમારીવાળા બાળકો, ૩૧- કીડનીની બિમારીવાળા બાળકો અને ૧૮- કેન્સરની બિમારીવાળા બાળકોને વધુ ઉચ્ચ સારવાર માટે સિવિલ હોસ્પિટલ – અમદાવાદ રીફર કરી સારવાર આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” એ દેશના બાળકોને મજબૂત બનાવે છે અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે – જન્મથી જ ગંભીર બિમારીઓથી પીડિત બાળકોને ઈલાજ ઉપલબ્ધ થવાથી તેમના મજબૂત ભવિષ્યનું પણ નિર્માણ કરે છે. દેશના તમામ બાળકોને પોતાની પૂર્ણ ક્ષમતાથી આગળ વધવાનો અવસર પ્રાપ્ત કરે છે. આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સહિતની આરોગ્યલક્ષી અનેક યોજનાઓ કેન્દ્ર સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની દ્વારા અમલી છે. વ્યક્તિ જ્યારે શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હશે ત્યારે જ તે સ્વસ્થ રહી શકશે અને રાષ્ટ્રભાવના જાગૃત કરી શકશે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી