
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોઈપણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ સુચારૂ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત ૯૦-સોમનાથ,૯૧-તાલાળા,૯૨-કોડીનાર,૯૩-ઉના વિધાનસભા બેઠક માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કર્યુ હતું.
૯૦-સોમનાથમાં મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે ચૂંટણી ફરજ પરના સ્ટાફ માટે ખાસ બેલેટ પેપરથી મતદાન કરવા માટે ફેસીલીટી સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીંગ ઓફિસરોએ તાલીમ બાદ ઉત્સાહ પૂર્વક બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ૯૦-સોમનાથમાં મતદાન મથક પર ફરજના ૭૦૫ જેટલા પ્રિસાઈડિંગ ઓફિસર, એસ.ટી.કર્મચારીઓ, પોલિંગ ઓફિસર-૧, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર્સ, પ્યુન સહિતનાઓએ બેલેટથી મતદાન કર્યુ હતું.
જ્યારે ૯૧-તાલાળા,૯૨-કોડીનાર,૯૩-ઉના વિધાનસભા બેઠક માટે પણ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં પશુ આરોગ્ય અને નિદાન સારવાર કેમ્પનું આયોજન
વેરાવળ પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયાના હસ્તે જાંબુરના હીરાબાઈ લોબીને પ્રશસ્તિપત્ર એનાયત
ઉનામાં અવરલોડિંગ ડમ્પર સામે તંત્રના આંખ આડે કાન જેવી સ્થિતિ