
રાજ્યના ખેડૂતો દ્વારા કૃષિ ઈનપુટ્સની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્યવૃધ્ધિ થાય તે માટે ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવા બાબતની યોજના વર્ષ:૨૦૨૨-૨૩ અંતર્ગત અમલમાં છે. આ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારે ખુલ્લા બજારમાંથી નવી કીટની ખરીદી કરવાની રહેશે.
જેમાં પ્લાસ્ટીકના હાઈ ડેન્સીટી પોલી ઈથીલીન માર્કવાળા ( ) ઢાંકણા સાથેનું ડ્રમ જે અંદાજિત ઓછામાં ઓછું ૨૦૦ લીટરનું તથા ઢાંકણા સાથેનાં ડ્રમનું કુલ વજન ૯.૫ કિગ્રા (૮.૫ કિગ્રા/ડ્રમ + ૧.૦ કિગ્રા/ઢાંકણ) તેમજ પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) જે અંદાજિત ઓછામાં ઓછાં ૧૦ લીટર/ટબ અને વજન ૦.૫ કિગ્રા/ટબ મુજબનાં હોવા જોઇશે. ડ્રમ તથા બે ટોકર એમ ત્રણ વસ્તુઓને સિપેટ (સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી) દ્વારા પ્રમાણિત કર્યાનો સિક્કા/માર્કાવાળું ખરીદવાનું રહેશે. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂત ખાતેદારોને આ યોજના હેઠળ ડ્રમ અને ટોકર વિતરણ કરવા ઈચ્છીત વિતરકોએ અચૂક અહીં જણાવેલ ગુણવત્તા/સ્પેશીફીકેશન ધોરણો મુજબ જ ડ્રમ અને ટોકર વિતરણ કરવાના રહેશે.
ગીર સોમનાથ જિલ્લામાં વિતરકો અને ખરીદ કરનાર ખેડૂતો દ્વારા ગુણવત્તા/સ્પેશીફીકેશન સિવાયનાં ડ્રમ અને ટોકરનાં વિતરણ/ખરીદી માન્ય રહેશે નહિ અને સહાય મળવાપાત્ર થશે નહિ. જેની નોંધ લેવા વિતરકો અને ખેડૂતો ખાતેદારોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી