Sorath Ni Dharohar

News Channel of India

ગીર સોમનાથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લોકાર્પણ  કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધીકારીશ્રી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.૧૨ મે, ૨૦૨૩ને શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) નાં લાભાર્થીઓ માટે રુ.૧,૯૪૬ કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે.તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં વર્ચ્યુઅલી જોડાશે. જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં યોજાનારા લોકાર્પણ, કાર્યક્રમના સુચારુ આયોજન માટે વેરાવળ પ્રાંત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

   જેમા જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ગ્રામિણ અને નગરપાલિકાના સ્તરે યોજાનારા કાર્યક્રમ બાબતે જરુરી વ્યવસ્થાઓ ગોઠવવા અને આયોજનની રુપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી .તેમજ અધિકારીશ્રીઓને જરુરી સૂચનાઓ આપી હતી. અને  માર્ગદર્શિત કર્યા હતા.આ બેઠકમા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દેવેન્દ્રભાઈ  મીણા(IAS) નિવાસી કલેકટર શ્રી બી.વી લીબાંસીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબેન બારૈયા, વેરાવળ પ્રાંત અધિકારી શ્રી બાટી, ઉના પ્રાંત અધિકારી શ્રી જ્વલંત રાવલ, વેરાવળ ઓફિસર શ્રી ચેતનભાઇ ડૂડીયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાહુલભાઈ ગમારા, કાર્યપાલક ઈજનેર શ્રી સુનિલ મકવાણા અને ઉના, કોડીનાર, તાલાલા ખાતેથી   અધીકારીશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

ગીર સોમનાથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લોકાર્પણ  કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધીકારીશ્રી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ