
ગીર સોમનાથ, તા.૧૨: ગીર સોમનાથમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા પરવાનગી વગર સભા-સરઘસ કાઢવા પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનું પાલન ન કરનારને ગુનો સાબીત થયે દંડની શિક્ષા થશે તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અનુસાર સાદી કેદ અથવા રૂ.૨૦૦ સુધીનો દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર થશે.
વધુમાં જાહેરનામા અનુસાર ફરજ પર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને, સરકારી નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યક્તિઓને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાનયાત્રામાં જોડાનાર વ્યક્તિઓને તેમજ સક્ષમ અધિકારીશ્રીની કાયદેસર પરવાનગી મેળવનારને આ હુકમ લાગુ પડશે નહીં.
આ હુકમની અવગણના તેમજ માનવજીવનને નુકસાન અથવા સ્વાસ્થ્ય કે સલામતીને ભય ઉત્પન્ન થાય અથવા કોઈ હુલ્લડ થાય તો વ્યક્તિને ૬(છ) માસની સાદી કેદ અથવા રૂ.૧૦૦૦ સુધીનો દંડ બન્ને શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું તા.૧૪-૧૧-૨૦૨૨થી ૩૦ દિવસ સુધી અમલમાં રહેશે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન