December 11, 2023

ગીર સોમનાથમાં ટ્રાન્સપોર્ટ વાહનો દ્વિચક્રીય વાહનો ફોરવ્હિલ વાહનોની ચાલુ સીરીઝના પસંદગીના

ગીર સોમનાથમાં ટ્રાન્સપોર્ટ વાહનો દ્વિચક્રીય વાહનો ફોરવ્હિલ વાહનોની ચાલુ સીરીઝના પસંદગીના
Views: 296
0 0
Spread the love

Share with:


Read Time:5 Minute, 41 Second

ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ચાલુ સીરીઝ GJ32V તેમજ દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરીઝ GJ32M,N,P,Q,R,AB અને ફોરવ્હિલ વાહનોની ચાલુ સીરીઝ GJ32K, AA માટેના પસંદગીના નંબરો માટેની હરાજી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા પસંદગીના નંબરો માટેની હરાજી તા.19/10/2022 ના રોજ ખોલવામાં આવશે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં  ONLINE http://parivahan.gov.in/fancy  પર રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે.

જેમા તા.14/10/2022 (4:00pm) થી 16/10/2022 (03:59pm) સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે તેમજ તા.16/10/2022 (4:00pm) થી 18/10/2022 (4:00pm) સુધી AUCTION નું બિડિંગ ઓપન થશે. અને તા.19/10/2022 ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ  કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

            નોધનીય છે કે જે વાહન માલીક દ્વારા CNA ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે અને ઓક્શન બિડિંગમાં ભાગ લેનાર અરજદારે સીરીઝ ખુલ્યાની તારીખથી દિવસ-૩(ત્રણ)માં બિડિંગ મુજબના નાણા ઓનલાઇન ભરવાના રહેશે તેમજ તે અંગેની જાણ કચેરીને કરવાની રહેશે અન્યથા જેતે નંબર મળવાપાત્ર રહેશે નહી. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ

ગીર સોમનાથમાં ટ્રાન્સપોર્ટ વાહનો દ્વિચક્રીય વાહનો ફોરવ્હિલ વાહનોની ચાલુ સીરીઝના પસંદગીના

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ શ્રી પિયુષભાઇ ફોફંડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ સભામાં વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કરવામા આવ્યા હતા.

આ સભામાં સ્વર્ણિમ જયંતિ-મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૦-૨૧ અંતર્ગત આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ માટે નગરપાલિકાને ફાળવવાપાત્ર ગ્રાન્ટનું આયોજન કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ તેમજ આવાસ યોજનામાં આવેલ કોમ્યુનીટી હોલનો વપરાશ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીને બ્લડ બેન્કની કામગીરી માટે સોંપવા નિર્ણય કરવામાં આવેલ.

તેમજ   સ્વચ્છ ભારત મિશન ૧.૦ હેઠળ ગ્રાંન્ટ રૂા.૧૦.૨૩ કરોડના લાંબાગાળાનો સર્વગ્રાહી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન હેઠળ શહેરમાં દૈનિક ધોરણે ઉત્પાદન થતાં અંદાજીત ૮૦ મેટ્રીક ટન ઘન કચરાના એકત્રીકરણ-વર્ગીકરણ-નિકાલની વૈજ્ઞાનિક ઢબે લાંબાગાળાની વ્યવસ્થા ગોઠવવા માટે યોગ્ય નિર્ણય કરવામાં આવેલ તેમજ સ્વચ્છ ભારત મિશન ૨.૦ હેઠળ ડમ્પ સાઇટ પર વર્ષોથી એકત્રીત થયેલ જુના કચરા (લેગસી વેસ્ટ)ના નિકાલ માટે કચેરીને રૂા.૧૬.૪૮ કરોડની ગ્રાંન્ટ ફાળવવામાં આવેલ છે. જેના લાંબાગાળાનો સર્વગ્રાહી લેગસી વેસ્ટ મેનેજમેન્ટ પ્લાનના અમલીકરણ અને નિર્ધારણ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવેલ.

            ભુગર્ભ ગટરના પેટા નિયમોને મંજુરી આપવામાં આવેલ તેમજ રૂા.૬.૬૬ લાખની ગ્રાંન્ટ માંથી શહેરના જુદા જુદા ગાર્ડનોમા જીમના સાધનોની ખરીદી કરવા નિર્ણય કરવામાં આવેલ તેમજ નગરપાલિકા વિસ્તારમાં ચાલતી ડોર ટુ ડોર કામગીરીની સમિક્ષા કરવામાં આવેલ તેમજ વેરાવળમાં અંતિમખંડ – ૨૯૦માં શોપિંગ સેન્ટર બનાવવાનું કામ મંજુર થયેલ, આ કામની એજન્સીને કામ માંથી છુટી કરવા નિર્ણય કરવામાં આવેલ છે. જેથી આ કામ રદ કરવા તથા આ કામે ફાજલ થયેલ રકમ માંથી ગાર્ડન ડેવલોપમેન્ટના કામો તથા અન્ય કામો નક્કિ કરવા નિર્ણય કરવામાં આવેલ અને        સ્વર્ણિમ જયંતિ મુ.મં. શ. વિ. યોજના યુડીપી – ૮૮ સને ૨૦૨૦-૨૧ હેઠળ મંજુર થયેલ કામો ની સમીક્ષા કરી બચત રકમનું આયોજન કરવા નિર્ણય કરવામાં આવેલ. ઉપરાંત અંતિમ વાહીની માટે હયાત બે સીટીબસો માંથી બે અંતિમયાત્રા માટેના વાહનો તૈયાર કરવાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. તેમ નગરપાલિકા વેરાવળની યાદીમાં જણાવાયું છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author