December 11, 2023

ગીર સોમનાથમાં ટૂ વ્હીલની નવી સીરિઝના ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી અંગે

ગીર સોમનાથમાં ટૂ વ્હીલની નવી સીરિઝના ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી અંગે
Views: 1689
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 55 Second

ગીર સોમનાથમાં ટૂ વ્હીલની નવી સીરિઝના ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી અંગે

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા દ્વીચક્રિય વાહનોની નવી સીરીઝ GJ32AC માટેના ગોલ્ડન-સિલ્વર સહિત તમામ નંબરો માટેની હરાજી યોજાવાની છે. પસંદગીના નંબરો માટેની હરાજી તા.૨૮/૧૧/૨૦૨૨ના રોજ ખોલવામાં આવશે. ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન ૭ દિવસમાં કરાવી ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે.

યાદી અનુસાર તા.૨૪/૧૧/૨૦૨૨ (૪.૦૦PM)થી તા.૨૬/૧૧/૨૦૨૨ (૦૩.૫૯PM) સુધી ઑક્શન માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. જ્યારે તા.૨૬/૧૧/૨૦૨૨ (૪.૦૦PM)થી ૨૭/૧૧/૨૦૨૨ (૦૩.૫૯PM) સુધી ઑક્શનનું બિડિંગ ઓપન થશે. તા.૨૮/૧૧/૨૦૨૨ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

જે વાહન માલિક દ્વારા સીએનએ ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલિક ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઈ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરાશે. ઑક્શન બિડિંગમાં ભાગ લેનાર અરજદારે સીરિઝ ખૂલ્યાની તારીખથી ૩ દિવસની અંદર બિડિંગ મુજબના નાણાં ઓનલાઈન ભરવાના રહેશે તેમજ તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે અન્યથા જે-તે નંબર મળવાપાત્ર રહેશે નહીં એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author