Sorath Ni Dharohar

News Channel of India

ગીર સોમનાથમાં જિલ્લા સેવા સદન કચેરી ઈણાજ ખાતે પોસ્ટલ બેલેટ અંગે તાલીમ યોજાઈ

ગીર સોમનાથમાં જિલ્લા સેવા સદન કચેરી ઈણાજ ખાતે પોસ્ટલ બેલેટ અંગે તાલીમ યોજાઈ

ગીર સોમનાથ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર.કે.જાની તેમજ પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી શ્રી આર.કે.મકવાણાની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદન કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં નિયુક્ત નોડલ અધિકારીઓ સાથે પોસ્ટલ બેલેટ અંગે તાલિમ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં તમામ નોડલ અધિકારીઓને પોસ્ટલ બેલેટ ચૂંટણી કામગીરી અન્વયે અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી અને વધુમાં મતદાન જાગૃતિના કાર્યકમો પણ વિશેષ સંખ્યામાં યોજવા સૂચના આપી હતી. આ ઉપરાંત ચૂંટણી સંદર્ભે અનુભવી અધિકારીઓને સાથે રાખી તમામ કામગીરીનું સુચારૂ આયોજન થાય તથા યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તે મુજબ વિગતે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

ગીર સોમનાથમાં જિલ્લા સેવા સદન કચેરી ઈણાજ ખાતે પોસ્ટલ બેલેટ અંગે તાલીમ યોજાઈ

આ બેઠકમાં પોસ્ટલ બેલેટ અંગે પણ મહત્વની ચર્ચા કરી અધિકારીશ્રીઓની વિવિધ સૂચનાઓ મુજબ જે તે નોડલ અધિકારીની જવાબદારી હેઠળ આવતી કામગીરી અંગે અત્યારથી વિગતે અભ્યાસ કરી, જાણકારી મેળવી સંલગ્ન તૈયારીઓ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ મામલતદારશ્રીઓ અને ચૂંટણીની કામગીરી કરતા તમામ કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી.


ગીર સોમનાથમાં જિલ્લા સેવા સદન કચેરી ઈણાજ ખાતે પોસ્ટલ બેલેટ અંગે તાલીમ યોજાઈ