Sorath Ni Dharohar

News Channel of India

ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચાર સબબ ટેલિવિઝન, કેબલ નેટવર્કમાં જાહેરાત ટેલીકાસ્ટ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ

<strong>ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચાર સબબ ટેલિવિઝન, કેબલ નેટવર્કમાં જાહેરાત ટેલીકાસ્ટ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ</strong>
<strong>ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચાર સબબ ટેલિવિઝન, કેબલ નેટવર્કમાં જાહેરાત ટેલીકાસ્ટ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ</strong>

ગીર સોમનાથ, તા.૧૫: ગીર સોમનાથ જિલ્લાના ચાર વિધાનસભા મતદાર વિભાગો માટે તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી. ચેનલના રાજ્ય, આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય તેમજ એ.એમ અને એફ.એમ રેડીયો નેટવર્કની જાહેરાતોના નિયંત્રણ માટે કેબલ ટેલિવિઝન અધિનિયમ અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

            આ જાહેરનામા અંતર્ગત ટેલિવિઝન ચેનલથી, કેબલ નેટવર્કથી અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ જાહેરાત ટેલીકાસ્ટના સંદર્ભે મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ જિલ્લા કક્ષાના મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. બીજી કોઈ વ્યક્તિ બિન નોંધાયેલ રાજકીય પક્ષ વગેરેએ જાહેરાત ટેલીકાસ્ટ સુચિત આરંભની તારીખથી મોડામાં મોડી સાત દિવસ અરજી કરવાની રહેશે.

ઈલેક્ટ્રોનિક ફોર્મમાં સૂચિત જાહેરાતની બે નકલ તેમજ પ્રમાણિત બે નકલ અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત, જિંગલ્સ, બાઈટ્સ વગેરેનું સર્ટિફિકેશન મેળવવા જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટિના સભ્ય સચિવ અને માહિતી નિયામકશ્રી, ગીર સોમનાથને કરવાની રહેશે. જેમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, અંદાજિક ખર્ચ, સૂચિત જાહેરાતના ઈલેક્ટ્રોનિક ફોર્મ, સુચિત દર જેવી વિગતોનો સમાવેશ થશે.

ટેલીકાસ્ટ માટે જાહેરાત, જિંગલ્સ બાઈટનું પ્રમાણપત્ર મેળવ્યા વિના પ્રસારણ થઈ શકશે નહીં. ચૂંટણી કામગીરી માટે નિયુક્ત અધિકારીશ્રીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા અધિકૃત કરવામાં આવે છે. જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે તેમજ હુકમનો ભંગ કરનારને કેબલ ટેલિવિઝન (નિયમન) અધિનિયમ-૧૯૯૫ની જોગવાઈ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


<strong>ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચાર સબબ ટેલિવિઝન, કેબલ નેટવર્કમાં જાહેરાત ટેલીકાસ્ટ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ</strong>