October 1, 2022

ગીર-સોમનાથમાં કુલ ૧૯,૨૪,૯૪૯ વેકસીનના ડોઝ અપાયા

ગીર-સોમનાથમાં કુલ ૧૯,૨૪,૯૪૯ વેકસીનના ડોઝ અપાયા
Views: 147
0 0

Share with:


Read Time:1 Minute, 44 Second

પ્રિકોશન ડોઝ આપવામાં ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર: ૧૭,૭૬૭ ડોઝ અપાયા

ગીર-સોમનાથમાં કુલ ૧૯,૨૪,૯૪૯ વેકસીનના ડોઝ અપાયા

 ગીરસોમનાથ તા-૨૮,  કેન્દ્ર – રાજ્ય સરકારની જન જન સુધી વેક્સિન પહોંચાડવની નેમ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સક્રિય પ્રયાસોથી સાકાર થઈ રહી છે. જેના પરિણામે  જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૨૪,૯૪૯ કોરોના પ્રતિરોધી વેક્સિનના ડોઝ લોકોને અપવામાં આવ્યા છે. 

ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓમાં શહેર અને ગ્રામ્ય બંને કક્ષાએ સેંકડો વેક્સિનેશન બુધ સક્રિય કરીને આરોગ્યતંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી વેક્સિનેશન અભિયાન હેઠળ જિલ્લામાં ૯,૯૭,૨૩૯ નાગરિકોને વેકસીનનો પ્રથમ ડોઝ અને ૯,૦૯,૯૪૩ નાગરિકોને વેકસીન નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લામાં ૧૭,૭૬૭ ફ્રન્ટ લાઇન વર્કરો, હેલ્થકેર વર્કરો અને ૬૦ વર્ષથી વધુના નાગરિકોને કોરોનાની આગવી તકેદારીના ભાગરૂપે પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવામાં આવ્યો છે.

ત્યારે હજુ પણ આરોગ્ય તંત્ર વેક્સીનેશન અભિયાન સક્રિય રીતે ચલાવી રહ્યું છે અને બાકી રહેલા તમામ લોકોને વેકસીન પહોંચાડવા કાર્યરત છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: