December 12, 2023

ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ
Views: 2195
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 50 Second

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તા.૧૪.૦૩.૨૦૨૩ થી તા.૧૯.૦૩.૨૦૨૩ દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા.૧૪.૦૩.૨૦૨૩ થી તા.૧૯.૦૩.૨૦૨૩ના સમયગાળા દરમિયાન ગીર – સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે.

જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ  જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો,એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે.

એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી પેદાશો આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરિક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષતિ રાખવા અને બિયારણ, ખાતર, વગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટ ડીલરોએ ગોડાઉન સુરક્ષિત રાખવા તકેદારીના પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવેલ છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author