
રાજકીય કાર્યકર બળાત્કાર માં ઝડપાતાં ભારે ખળભળાટ મચી ગયો…
વેરાવળ રાજેન્દ્રભવન રોડ ઉપર ઓફિસ ધરાવતા અને વિશ્વાસ ટેલી ફિલ્મનાં માલિક ભગુભાઈ વાળા એ બહારથી મોડેલિંગ કરવા માટે છોકરીઓ નેં બોલાવી લલચાવી ફોસલાવી ફ્લેટ માં લઇ જંઇ જબરજસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો.
આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગયેલી હતી અને ત્યાંથી પીડીતા અને આરોપીને ઝડપી રાત્રે ૧૧ કલાકે તેમની સામે ગુન્હો નોંધી પીડીતાને મેડિકલ ચેકઅપ માટે તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી
ભગુભાઈ વાળા વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા અને ગીર સોમનાથ જિલ્લાના ઉપ પ્રમુખ તરીકે રહી ચૂક્યા હતા અને હાલમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં અને તે વિશ્વાસ ટેલી ફિલ્મ નાં માલિક છે આ બનાવ સામે આવતાં સમગ્ર જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભગુ વાળા એ બહારથી મોડેલિંગ કરવા માટે છોકરીઓ બોલાવી લલચાવી ફોસલાવી ફ્લેટમાં મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતાં રાત્રે ૧૧ કલાકે તેમની સામે પોલીસમાં ૩૭૬ મુજબ ગુન્હો નોંધાયેલ છે શહેર પોલીસ ઇન્સ્પેકટર ઈશરાણી એ જણાવ્યું હતું કે ભગુભાઈ વાળા એ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ લીધેલ છે ભોગ બનેલી પીડીતાએ પોલીસને જણાવેલ હતું કે મોડેલિંગ માં પૈસા કમાવી આપીશ તેવી રીતે લલચાવી ફોસલાવી તેનાં ફ્લેટમાં લઇ જઈને બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
ભગુ વાળા એટલે વેરાવળ નાં નામાંકિત વ્યક્તિ અને રાસલીલા પ્રકાશમાં આવતાં સમગ્ર શહેરીજનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતાં આ બનાવે સમગ્ર જિલ્લાનું રાજકારણમાં ગરમાવો આવી ગયો છે વેરાવળથી લંઈને ઉના સુધીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન