
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ફાટકથી સુત્રાપાડા જી.એચ.સી.એલ. રોડની કામગીરી કરવા માટે ૭.૦ કિ.મી. રોડ સંપૂર્ણપણે બંધ કરી વૈકલ્પીક રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જી.ગોહિલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.
આ જાહેરનામાં મુજબ સુત્રાપાડા ફાટકથી સુત્રાપાડા જી.એચ.સી.એલ. સુધીનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી આ રસ્તા પરનો વાહન વ્યવહાર નીચે મુજબના વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરાયા જેમા રૂટ નં.૧) બીજ ગામથી નદીમાં થઈ નેશનલ હાઈવે તેમજ રૂટ નં.૨) બીજ–હરણાસા-ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવ તેમજ રૂટ નં.૩) લાટી-હરણાસા– ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે તેમજ રૂટ નં.૪) પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે તેમજ રૂટ નં.પ) સુત્રાપાડા-જી.એચ.સી.એલ.-ખાલેજનો પા–વિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે સુધી રહેશે.
ઉપરાંત રૂટ નં.૬) ભારે વાહનો આવવા અથવા જવા બન્નેમાંથી એક સુત્રાપાડા-લોઢવા-પાદરૂકા− થરેલી વાળા રસ્તા પરથી અને રૂટ નં.૭) નાના અને મોટા બન્ને વાહનો આવવા જવા વૈકલ્પિક રસ્તા તરીકે અંબુજા કોરીડોર–ધામળેજ–લોઢવા ગામના રસ્તા પરથી મુજબના વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરાયા છે. આ જાહેરનામુ બહાર પાડયા તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી